11:121-122-123 જેવા કર્મ તેવા અંજામ...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ 

આયત નં.:- 121, 122, 123 

=====================


وَقُلْ لِّـلَّذِيۡنَ لَا يُؤۡمِنُوۡنَ اعۡمَلُوۡا عَلٰى مَكَانَتِكُمۡؕ اِنَّا عٰمِلُوۡنَۙ (121)


وَانْـتَظِرُوۡا‌ ۚ اِنَّا مُنۡتَظِرُوۡنَ‏ (122)


(121). અને ઈમાન ન લાવનારાઓને કહી દો કે તમે લોકો પોતાની રીતે કર્મ કર્યા જાઓ, અમે પણ કર્મમાં વ્યસ્ત છીએ.


(122). અને તમે પણ રાહ જુઓ, અમે પણ રાહ જોઈ રહ્યા છીએ.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

એટલે કે નજીકમાં જ તમને ખબર પડી જશે કે બહેતરીન અંજામ કોનો હશે અને એ પણ માલૂમ થઈ જશે કે જાલિમ લોકો સફળ નહીં જ થાય અને આ વાયદો જલ્દી પૂરો થઈ ગયો અને અલ્લાહ તઆલાએ મુસલમાનોને ફતેહ આપી અને આખો અરબ જજીરો ઈસ્લામની નિગરાની માં આવી ગયો.

================

وَلِلّٰهِ غَيۡبُ السَّمٰوٰتِ وَالۡاَرۡضِ وَاِلَيۡهِ يُرۡجَعُ الۡاَمۡرُ كُلُّهٗ فَاعۡبُدۡهُ وَتَوَكَّلۡ عَلَيۡهِ‌ؕ وَمَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا تَعۡمَلُوۡنَ (123)

(123). અને આકાશો અને ધરતીમાં જે કંઈ છૂપાયેલું છે તે અલ્લાહ (તઆલા)નું જ છે, અને બધા મામલાઓ તેના તરફ જ પાછા ફરવાના છે, એટલા માટે તમારે તેની જ બંદગી કરવી જોઈએ અને તેના પર ભરોસો રાખવો જોઈએ અને તમે જે કંઈ કરો છો તેનાથી અલ્લાહ (તઆલા) અજાણ નથી.