11:120 રસૂલો વિષે વર્ણનના ત્રણ ફાયદા...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 120
=====================
وَكُلًّا نَّقُصُّ عَلَيۡكَ مِنۡ اَنۡۢبَآءِ الرُّسُلِ مَا نُثَبِّتُ بِهٖ فُؤَادَكَ ۚ وَجَآءَكَ فِىۡ هٰذِهِ الۡحَـقُّ وَمَوۡعِظَةٌ وَّذِكۡرٰى لِلۡمُؤۡمِنِيۡنَ (120)
(120). અને રસૂલોની તમામ હાલતો અમે તમારા સામે તમારા દિલની શાંતિ માટે વર્ણન કરી રહ્યા છીએ, તમારા પાસે આ સૂરહમાં પણ સત્ય પહોંચી ગયુ, જે નસીહત અને ઉપદેશ છે ઈમાનવાળાઓના માટે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
રસૂલો વિષે વર્ણનના ત્રણ ફાયદા: એક એ કે જે મુશ્કેલીઓથી તમે અને તમારા સહાબાઓ પસાર થઈ રહ્યા છે તેવી જ હાલત આપની પહેલાંના તમામ રસૂલો તથા તેમના પર ઈમાન લાવનારાઓની હતી પછી અંતે અલ્લાહે રસૂલોના વિરોધીઓના માથાં કચડી નાખ્યાં અને રસૂલો અને મૉમિનોને સુરક્ષિત અને સફળ કરી દીધાં એટલા માટે તમે સબ્રથી કામ લો અને પોતાના મનોબળને મજબૂત કરી લો.
બીજું કે તમને અને તમારા સહાબાઓને પહેલાંના રસૂલોની સત્ય ઘટનાઓ ખબર પડી જાય જેનાથી તમે અજાણ હતાં.
ત્રીજું એ કે એ લોકોની ધટનાઓ અને પરિસ્થિતિઓમાં તમારા માટે ઘણાં સબક છે એટલે કે અલ્લાહના નાફરમાનોના અંતે કેવો અંજામ થયો અને ફરમાબરદારો નું શું થયું?