11:118-119 મનુષ્યને પરીક્ષા માટે જ પૈદા કર્યા છે...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 118, 119
=====================
وَلَوۡ شَآءَ رَبُّكَ لَجَـعَلَ النَّاسَ اُمَّةً وَّاحِدَةً وَّلَا يَزَالُوۡنَ مُخۡتَلِفِيۡنَۙ (118)
اِلَّا مَنۡ رَّحِمَ رَبُّكَ ؕ وَلِذٰلِكَ خَلَقَهُمۡ ؕ وَتَمَّتۡ كَلِمَةُ رَبِّكَ لَاَمۡلَـئَنَّ جَهَـنَّمَ مِنَ الۡجِنَّةِ وَالنَّاسِ اَجۡمَعِيۡنَ (119)
(118). અને જો તમારો રબ ચાહત તો બધા લોકોને એક જ માર્ગ પર એક જ ઉમ્મત કરી દેતો, (પરંતુ) તે લોકો તો હંમેશા મતભેદ કરનારા જ રહેશે.
(119). સિવાય તેમના જેમના ઉપર તમારો રબ કૃપા કરે, તેમને તો એટલા માટે પેદા કર્યા છે, અને તમારા રબની આ વાત પૂરી થઈ કે હું જહન્નમને જિન્નાતો અને મનુષ્યો બંનેથી ભરી દઈશ.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
"એટલા માટે પૈદા કર્યા છે" નો મતલબ કેટલાકે મતભેદનો અને કેટલાકે રહમત નો લીધો છે, બન્ને સંજોગોમાં મતલબ તો એ છે કે અમે મનુષ્યોને પરીક્ષા માટે જ પૈદા કર્યા છે. જે દિને હક(એટલે કે સત્ય ધર્મ) થી વિરુદ્ધ રસ્તો અપનાવશે તે પરીક્ષામાં અસફળ અને જે સત્ય ધર્મ અપનાવશે તે સફળ અને રબની કૃપા નો હકદાર થશે.
"જહન્નમને જિન્નાતો અને મનુષ્યો બંનેથી ભરી દઈશ" એટલે કે અલ્લાહની તકદીર માં આ વાત લખાય ગઈ છે કે કેટલાક લોકો એવા હશે જે જન્નત માં અને કેટલાક એવા લોકો હશે જે જહન્નમના હકદાર હશે અને જન્નત અને જહન્નમને મનુષ્યો અને જીન્નાતોથી ભરી દેવામાં આવશે.