11:114-115 નેકીઓ બુરાઈને દુર કરી દે છે..
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 114, 115
====================
وَاَقِمِ الصَّلٰوةَ طَرَفَىِ النَّهَارِ وَزُلَـفًا مِّنَ الَّيۡلِ ؕ اِنَّ الۡحَسَنٰتِ يُذۡهِبۡنَ السَّيِّاٰتِ ؕ ذٰ لِكَ ذِكۡرٰى لِلذّٰكِرِيۡنَ (114)
وَاصۡبِرۡ فَاِنَّ اللّٰهَ لَا يُضِيۡعُ اَجۡرَ الۡمُحۡسِنِيۡنَ (115)
(114). અને નમાઝ કાયમ કરો દિવસના બંને કિનારાઓમાં અને રાતના કેટલાક હિસ્સામાં પણ, બેશક નેકીઓ બૂરાઈઓને દૂર કરી દે છે, આ નસીહત છે નસીહત પ્રાપ્ત કરનારાઓ માટે.
(115). અને તમે સબ્ર કરો, બેશક અલ્લાહ (તઆલા) નેકી કરનારાઓનો બદલો બરબાદ નથી કરતો.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
"નમાઝ કાયમ કરો દિવસના બંને કિનારાઓમાં અને રાતના કેટલાક હિસ્સામાં પણ"...બન્ને કિનારાઓથી આશય કેટલાંકે સવાર (એટલે કે ફજરની નમાઝ) અને મગરિબની નમાઝ, અને કેટલાકે ઈશા અને મગરિબની બન્ને સમય લીધો છીએ.
"બેશક નેકીઓ બૂરાઈઓને દૂર કરી દે છે "
જેમકે હદીસમાં પણ સ્પષ્ટતાથી બયાન કરવામાં આવ્યું છે કે "પાંચ નમાઝો, જુમ્આ થી જુમ્આ સુધી અને રમઝાનથી બીજા રમઝાન સુધી તેમના દરમિયાન થનારા ગુનાહોને દુર કરે છે પણ શર્ત એ છે કે તે કબીરા ગુનાહોથી બચીને રહ્યો હોય. (સહીહ મુસ્લિમ 16 (233))
એક બીજી હદીસમાં રસૂલુલ્લાહ(ﷺ) એ ફરમાવ્યું કે બતાવો! જો તમારામાંથી કોઈના દરવાજા પર નહેર હોય, તે રોજ તેમાં પાંચ વખત ન્હાતો હોય, તો શું તેના પછી પણ તેના શરીર પર મેચ-કુચેલ બાકી રહે? સહાબાઓએ અરજ કરી "ના" આપ(ﷺ) એ ફરમાવ્યું: એવી જ રીતે પાંચ નમાઝો છે આના દ્રારા અલ્લાહ તઆલા ગુનાહો અને ખતાઓને મીટાવી દે છે. (સહીહ બુખારી:- ૫૨૮, અને મુસ્લિમ)