11:113 કાફિરો સાથે સમાધાન કે મિત્રતા પર પ્રતિબંધ...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ

આયત નં.:- 113 

====================


وَلَا تَرۡكَنُوۡۤا اِلَى الَّذِيۡنَ ظَلَمُوۡا فَتَمَسَّكُمُ النَّارُۙ وَمَا لَـكُمۡ مِّنۡ دُوۡنِ اللّٰهِ مِنۡ اَوۡلِيَآءَ ثُمَّ لَا تُنۡصَرُوۡنَ‏ (113)

(113). અને ન ઝૂકશો તેમની તરફ જેઓએ જુલ્મ કર્યો છે નહીંતર તમે પણ (જહન્નમ ની) આગ (ની) લપેટમાં આવી જશો પછી તમને કોઈ સંરક્ષક નહીં મળે જે અલ્લાહથી તમને બચાવી શકે અને ક્યાંથી પણ મદદ પહોંચશે નહીં.

  •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

એટલે કે તમારા વિરોધીઓ અને ઈસ્લામના દુશ્મનો સાથે ધર્મના મામલામાં કોઈપણ વાતમાં ઢીલ ન મૂકજો, ન તેમની‌ સાથે સમાધાન કરજો, અને ન તેમનામાંથી કોઈને દોસ્ત બનાવશો અનૈ જો તેમની સાથે તમે કોઈ પણ કામ કર્યું તો તમને પણ સાથે લઈને ડૂબશે અને આવી હાલતમાં તમે અલ્લાહની પકડથી બચી નહીં શકો અને ન અલ્લાહ સિવાય બીજી કોઈ તાકાત તમારી મદદ કરી શકશે. (તયસુરુલ કુરઆનનો છેલ્લો ટૂકડો)


આનો અર્થ એ છે કે જાલિમો સાથે નમ્રતા રાખીને તેઓની મદદ ન લો. આનાથી તેમના પર એવી છાપ પડશે કે તમે તેમની અન્ય વાતો પણ પંસદ કરો છો આવી રીતે આ તમારો એક મોટો ગુનો બની જશે જે તમને તેમની સાથે સાથે નરકને પાત્ર બનાવી શકે છે. 

આથી જાલિમ શાસકો સાથે સંબંધ જોડાણને પણ પ્રતિબંધિત કરી દેવામાં આવે છે, હા જો જાહેરહીત કે દિની ફાયદો હોય તો આવી હાલતમાં દિલમાં નફરત રાખીને કામચલાઉ સંબંધ રાખવાની પરવાનગી છે. જેમ કે કેટલીક હદીસોથી સ્પષ્ટ છે. (અહસનુલ બયાન)