11:112 દ્રઢતાપૂર્વક જમાયેલ રહેવું તો બીજી બાજુ અતિક્રમણ ન કરવાનો ઉપદેશ...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ 

આયત નં.:- 112 

=====================


فَاسْتَقِمْ كَمَا أُمِرْتَ وَمَن تَابَ مَعَكَ وَلَا تَطْغَوْا ۚ إِنَّهُ بِمَا تَعْمَلُونَ  بَصِيرٌ (112)

 (112). બસ તમે સાબિતકદમ(અડગ રહો) રહો જેમકે તમને હુકમ આપવામાં આવ્યો છે અને તે લોકો પણ જેઓ તમારી સાથે તૌબા કરી ચૂક્યા છે, ખબરદાર! હદથી ન‌ વધજો, અલ્લાહ તમારા દરેક કાર્યોને જોઈ રહ્યો છે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

આ આયતમાં નબી(ﷺ) અને ઈમાનવાળાઓને એક તો ઈસ્તિકામત (એટલે કે દ્રઢતા) નો ઉપદેશ આપવામાં આવે છે જે દુશ્મનોનો મુકાબલો કરવાનું એક મોટું હથિયાર છે. બીજું કે "હદ થી ન વધજો" જે ઈમાનવાળાઓની અખ્લાકી (એટલે કે નૈતિકતાની) તાકાત ઉચ્ચ કિરદાર માટે ખૂબજ જરૂરી છે. ત્યાં સુધી કે અતિક્રમણ દુશ્મનો સાથેના મામલામાં પણ માન્ય નથી.