11:110 તમારા રબની વાત નક્કી ન હોત તો...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ 

આયત નં.:- 110 

====================


وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ فَاخْتُلِفَ فِيهِ ۚ وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِن رَّبِّكَ لَقُضِيَ بَيْنَهُمْ ۚ وَإِنَّهُمْ لَفِي شَكٍّ مِّنْهُ  مُرِيبٍ (110)

 (110). બેશક અમે મૂસા(અ.સ.)ને કિતાબ આપી ચૂક્યા છીએ પછી તેમાં મતભેદ કરવામાં આવ્યો હતો, જો પહેલાંથી જ તમારા રબની વાત નક્કી ન હોત તો ચોક્કસ તેમનો ફેંસલો કરી દેવામાં આવતો, તેમને તો આમાં સખત શંકા છે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

"મતભેદ કરવામાં આવ્યો હતો" એટલે કે કોઈએ તે કિતાબને માની અને કોઈએ ન માની... આ વાતથી નબી(ﷺ)ને દિલાસો આપવામાં આવે છે કે પાછલા પયગંબરોની સાથે પણ આ જ મામલો થયો હતો, કેટલાક લોકો તેમના પર ઈમાન લાવ્યા હતાં અને કેટલાકે જૂઠાડ્યા હતાં, એટલા માટે તમને લોકો જૂઠાડે (એટલે કે ઈમાન ન લાવે) તો ગભરાશો નહીં.


"પહેલાંથી જ તમારા રબની વાત નક્કી ન હોત તો" ...આનાથી આશય એ છે કે જો અલ્લાહ તઆલાએ પહેલાંથી જ તે લોકોના માટે અઝાબનો એક સમય નિર્ધારિત ન કરીઓ હોત તો અલ્લાહ તેમને તાત્કાલિક હલાક કરી નાંખત.