11:107 તારો રબ જે ચાહે તે કરીને જ રહે છે...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 107
=====================
خَالِدِينَ فِيهَا مَا دَامَتِ السَّمَاوَاتُ وَالْأَرْضُ إِلَّا مَا شَاءَ رَبُّكَ ۚ إِنَّ رَبَّكَ فَعَّالٌ لِّمَا يُرِيدُ (107)
(107). તેઓ ત્યાં જ કાયમ રહેવાના છે જ્યાં સુધી આકાશ અને જમીન અકબંધ છે, સિવાય ત્યારે જ જ્યારે તારો રબ ચાહે, ખરેખર તારો રબ જે ચાહે તે કરીને જ રહે છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અહીં આપેલ શબ્દોથી કેટલાક લોકોને એ ભ્રમ થયો કે કાફિરો માટે અઝાબ કાયમી નથી પરંતુ નિર્ધારિત સમય એટલે કે તે સમય સુધી રહેશે જ્યાં સુધી આકાશ અને જમીન હશે પરંતુ આ વાત સાચી નથી કારણકે અહીં
﴿مَا دَامَتِ السِّمٰوٰ تُ وَالْاَرْضُ﴾
અરબના લોકોની રોજમદારના જીવનની વાણી અને મુહાવરાઓના પ્રમાણે આ શબ્દ અવતરિત થયો છે, અરબોની આદત હતી કે જ્યારે કોઈ વસ્તુનું વજન પાડવું હોય તો તેવો કહેતાં હતાં કે
( هَذَا دَائِمٌ دَوَامَ السَّمَوَاتِ وَالأَرْضِ )
("આ વસ્તુ એવી રીતે હંમેશા રહેશે જેવી રીતે આકાશ અને જમીન કાયમ છે")
આ પ્રમાણેનાં મુહાવરાને કુરઆનમાં ઉપયોગ કરવામાં આવ્યો છે જેનો મતલબ થાય છે કે કુફ્ર અને શિર્ક કરનારાઓ હંમેશા જહન્નમમાં જ રહેવાનાં છે જેને કુરઆને અલગ અલગ જગ્યાએ:-
﴿خَالِدِينَ فِيهَا أَبَدًا﴾
શબ્દથી વર્ણન કર્યું છે.
આનો બીજો અર્થ એ પણ બયાન કરવામાં આવ્યો છે કે આકાશ અને જમીનથી આશય એક જાત છે અર્થાત્ આ દુનિયાના આસમાન અને જમીન અલગ છે જે નાશ પામશે, પરંતુ આખિરતનુ આકાશ અને જમીન તેમના સિવાય અન્ય જે હશે, જેમ કે પવિત્ર કુરઆનમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે.
﴿يَوْمَ تُبَدَّلُ الْاَرْضُ غَيْرَ الْاَرْضِ وَالسَّمٰوٰتُ وَبَرَزُوْا لِلّٰهِ الْوَاحِدِ الْقَهَّارِ﴾ (سورۃ ابراہیم:48)،
"તે દિવસે આ જમીન બીજી જમીનથી બદલાઈ જશે અને આકાશ પણ બદલાઈ જશે." (સૂરહ ઈબ્રાહીમ:- 48)
અને આખિરતના આ આકાશ, જમીન, સ્વર્ગ અને નર્કની જેમ હંમેશા રહેવાના છે, આ આયતમાં આ જ આકાશ-જમીનથી આશય છે જે નાશ નહીં પામે દુનિયાના આકાશ અને જમીનની જેમ. (ઈબ્ને કષીર)
"સિવાય ત્યારે જ જ્યારે તારો રબ ચાહે"
આના પણ ઘણા અર્થ બયાન કરવામાં આવ્યાં છે પણ સૌથી સરળ અર્થ એ છે કે આ શબ્દ તેવા ગુનેહગારો માટે છે જે તૌહીદ અને ઈમાનવાળા છે. (અહસનુલ બયાન)