11:99 સૌથી ખરાબ ઈનામ...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
[ આયત નં.:- 99 ]
=====================
وَاُتۡبِعُوۡا فِىۡ هٰذِهٖ لَـعۡنَةً وَّيَوۡمَ الۡقِيٰمَةِ ؕ بِئۡسَ الرِّفۡدُ الۡمَرۡفُوۡدُ (99)
(99). તેમના પર આ દુનિયામાં પણ લાનત પડી અને કયામતના દિવસે પણ, કેટલું ખરાબ ઈનામ છે જે તેમને આપવામાં આવ્યું છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
લાનત એટલે ફિટકાર અને ઈલાહીની રહેમત(કૃપા) થી દૂરી અને વંચિત થવું તેઓ દુનિયામાં પણ રહેમતે ઈલાહી(કૃપા) થી વંચિત રહ્યાં અને આખિરત માં પણ, જો ઈમાન ન લાવ્યા.
શબ્દ رِفْدً એટલે ઈનામ કહેવાય છે પણ અહીંયા લાનત, ફિટકાર ને ઈનામ કહેવાય છે એટલા માટે તેને ખરાબ ઈનામ કહ્યું છે.