11:98 જેણે દુનિયામાં કોમની આગેવાની કરી છે તે કયામતના દિવસે પણ આગેવાનીમાં કોમને જહન્નમ કે જન્નત તરફ લઈ જશે.

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ 

[ આયત નં.:- 98 ]

=====================


يَقۡدُمُ قَوۡمَهٗ يَوۡمَ الۡقِيٰمَةِ فَاَوۡرَدَهُمُ النَّارَ‌ؕ وَبِئۡسَ الۡوِرۡدُ الۡمَوۡرُوۡدُ‏ (98)

(98). તે કયામત(પુનર્જીવન)ના દિવસે પોતાની કોમની આગેવાની હેઠળ (આગળ-આગળ હશે) અને પોતાની કોમને દોજખ(નર્ક) તરફ લઈ જશે. તે ઘાટ ઘણો જ ખરાબ છે જેના પર લાવીને ઉભા કરી દેવામાં આવશે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

એટલે કે, ફિરઔન, જેવી રીતે તે દુનિયામાં તેની કોમનો આગેવાન અને અગ્રદૂત હતો, તેવી જ રીતે કયામતના દિવસે પણ રહેશે અને તેની આગેવાની હેઠળ તેના લોકોને નરકમાં લઈ જશે.

શબ્દ (الۡوِرۡدُ) પાણી ના ઘાટને કહેવાય છે જ્યાં તરસ્યા પોતાની તરસ છીપાવવા જાય છે. પરંતુ અહીં નરકને ઘાટ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે કે જ્યાં લોકોને લઈ જવામાં આવશે, તે જગ્યા પણ ખરાબ છે અને ત્યાં જનારા લોકો પણ ખરાબ છે. اعاذنا اللہ منہ

(અહસનુલ બયાન)

અહીં ફિરઔનના પેરૌકારોનો દુનિયામાં શું હાલ થયો તેને છોડીને કયામતના દિવસે શું અંજમ થશે તેનું વર્ણન કરવામાં આવ્યું છે જેમ ફિરઔન પોતાની કોમનો દુનિયામાં લીડર રહ્યો હતો તેમ કયામતના દિવસે પણ લીડર બનીને પોતાના પેરોકારોને જહન્નમ તરફ લઈ જશે, દુનિયામાં ભલે તેઓ નજર નથી આવતું કે ફિરઔન તેમને કઈ બાજુ લઈ જઈ રહ્યો છે પણ કયામતના દિવસે તેઓને ખબર જ હશે કૈ તે તેમને જહન્નમ તરફ લઈ જઈ રહ્યો છે પરંતુ તેની પાછળ જવા પર તે લોકો મજબૂર હશે કારણકે તેઓએ દુનિયામાં કરેલ કરતૂતોનુ પરિણામ ભોગવવું પડશે.

અને આવી આગેવાની ફક્ત ફિરઔન પૂરતી જ નથી પરંતુ દુનિયામાં જેટલા પણ આગેવાનો હશે તેઓ કયામતના દિવસે પોતાની કોમની આગેવાની કરશે અને તેની કોમ તેમની પાછળ પાછળ ચાલશે અને જો કોઈ આગેવાન અલ્લાહનો ફરમાબરદાર હશે અને પોતાની કોમને અલ્લાહની ફરમાબરદારી તરફ આહવાન કર્યું હશે તે પોતાના કોમને જન્નત તરફ લઈ જશે અને બદકાર આગેવાન પોતાના પેરોકારોને જહન્નમ તરફ લઈ જશે.

(તયસુરુલ કુરઆન તફસીરના થોડાંક અંશ)