11:97 ફિરઔનનો કોઈ આદેશ માન્ય હતો જ નહીં...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ| આયત નં.:- 97
=====================
اِلٰى فِرۡعَوۡنَ وَمَلَا۟ ئِهٖ فَاتَّبَعُوۡۤا اَمۡرَ فِرۡعَوۡنَۚ وَمَاۤ اَمۡرُ فِرۡعَوۡنَ بِرَشِيۡدٍ (97)
(97). ફિરઔન અને તેના સરદારોની તરફ, પછી પણ તેઓએ ફિરઔનના આદેશનું પાલન કર્યું અને ફિરઔનનો કોઈ આદેશ માન્ય હતો જ નહીં.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
શબ્દ (مَلَاء) કોમના સૌથી ઉચ્ચપદના હોદ્દેદારો કે આગેવાનોને કહેવામાં આવે છે (જેનું વર્ણન અગાઉ આવી ગયેલ છે) ફિરઔનની સાથે કોમના સરદારોનુ નામ એટલા માટે લેવામાં આવે છે કારણકે આગેવાનો જ કોમના જીમ્મેદાર હોય છે અને કોમ તેમની પાછળ જ ચાલે છે જો તેઓ(આગેવાનો) ઈમાન લઈ આવે તો પુરી કોમ તેમની પાછળ ઈમાન લઈ આવત.
શબ્દ (بِرَشِيۡدٍ) નો અર્થ આદેશ થાય છે એટલે કે વાત(આદેશ) તો હઝરત મુસા(અ.સ.)ની માર્ગદર્શન વાળી હતી, પરંતુ તે લોકોએ રદ કરી અને ફિરઔનની વાત(આદેશ) માર્ગદર્શન વાળી ન હતી તેમ છતાંય તેઓએ તેની પેરવી કરી.