11:96 મૂસા(અ.સ.) ને સ્પષ્ટ દલીલો સાથે મોકલ્યા હતા...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ| આયત નં.:- 96
====================
وَلَقَدۡ اَرۡسَلۡنَا مُوۡسٰى بِاٰيٰتِنَا وَسُلۡطٰنٍ مُّبِيۡنٍۙ (96)
(96). અને બેશક અમે જ મૂસાને અમારી આયત(નિશાની) અને રોશન(સ્પષ્ટ) દલીલોની સાથે મોકલ્યા હતાં
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
કેટલાકના મતે, આયતથી આશય તૌરાત અને સુલતાનિન્ મુબીનથી તે મોટા અને સ્પષ્ટ ચમત્કારો છે જે મૂસા(અ.સ.) ને આપવામાં આવ્યાં હતાં
અને કેટલાક કહે છે કે આયતથી આશય નવ નિશાનીઓ અને સુલતાનિન્ મુબીન(સ્પષ્ટ દલીલ)થી મૂસાની લાકડી છે, આ લાકડી ભલે નવ નિશાનીઓ માં શામેલ હતી પરંતુ આ ચમત્કાર મોટો અને શાનદાર હતો એટલા માટે આનો ખાસ અલગથી વર્ણન છે...