11:94 શુઐબ(અ.સ.) ની વસ્તી મદયન પર‌ અઝાબનો ખૌફનાક મંજર...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ| આયત નં.:- 94 

====================


وَلَمَّا جَآءَ اَمۡرُنَا نَجَّيۡنَا شُعَيۡبًا وَّالَّذِيۡنَ اٰمَنُوۡا مَعَهٗ بِرَحۡمَةٍ مِّنَّا ۚ وَاَخَذَتِ الَّذِيۡنَ ظَلَمُوا الصَّيۡحَةُ فَاَصۡبَحُوۡا فِىۡ دِيَارِهِمۡ جٰثِمِيۡنَۙ‏ (94)

(94). જ્યારે અમારો હુકમ(અઝાબ) આવી પહોંચ્યો તો અમે શુઐબ અને તેની સાથે (તમામ) મૉમિનોને અમારી ખાસ રહેમતથી બચાવી લીધા અને જાલિમોને સખત ચીખ ના અઝાબે દબોચી લીધા જેનાથી તેઓ પોતાના ઘરોમાં જ ઊંધા મોંઢે પડ્યા રહ્યા.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

આ એવી‌ ચીખ હતી કે જેનાથી તેમના હ્રદયો ચીરાઈને ફાટી ગયા અને તેઓ મુત્યુ પામ્યાં અને પછી ભૂકંપ પણ આવ્યો (જેનાથી તેઓ પોતાના ઘરોમાં જ ઊંધા મોંઢે પડેલા રહી ગયા...) જેમકે સૂરહ ઍઅરાફ માં છે કે...

 (فَاَخَذَتْهُمُ الرَّجْفَةُ فَاَصْبَحُوْا فِيْ دَارِهِمْ جٰثِمِيْنَ) 

(પછી તેઓને ખતરનાક ભૂકંપે પકડી લીધા જેથી પોતાના ઘરોમાં જ ઊંધા મોંઢે પડેલા રહી ગયા...) અને સૂરહ અન્ કબૂત આયત નં-૩૭ માં પણ છે.