11:93 તમે રાહ જુઓ હું પણ રાહ જોઉં છું...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ| આયત નં.:- 93 

====================


وَيٰقَوۡمِ اعۡمَلُوۡا عَلٰى مَكَانَتِكُمۡ اِنِّىۡ عَامِلٌ‌ ؕ سَوۡفَ تَعۡلَمُوۡنَ ۙ مَنۡ يَّاۡتِيۡهِ عَذَابٌ يُّخۡزِيۡهِ وَمَنۡ هُوَ كَاذِبٌ‌ ؕ وَارۡتَقِبُوۡۤا اِنِّىۡ مَعَكُمۡ رَقِيۡبٌ (93)

(93). અને હે મારી કોમના લોકો હવે તમે પોતાની રીતે કર્મ કરતાં રહો હું પણ કર્મ કરતો રહું છું, તમને નજદીક માં જ ખબર પડી જશૈ કે કોના પર તે અઝાબ આવશે જે તેને અપમાનિત કરી દેશે અને કોણ છે જે જૂઠ્ઠો છે, તમે રાહ જુઓ હું પણ તમારી સાથે રાહ જોઉં છું.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

જ્યારે તેમણે(શુઐબે) જોયું કે આ કોમ તો પોતાના કુફ્ર અને શિર્ક પર અડગ છે અને ઉપદેશ કે નસીહતનો પણ કોઈ અસર તેમના પર થતો નથી, ત્યારે કહેવામાં આવે છે સારૂં તો તમે પોતાના માર્ગ પર ચાલતાં રહો ખૂબજ જલ્દી, અસત્ય અને સત્ય તથા‌ તે વાત કે અપમાનજનક અઝાબના હકદાર કોણ છે? જાણ થઈ જશે.