11:92 બેશક મારો રબ જે કંઈ તમે કરી રહ્યા છો તે બધાને ઘેરેલ છે...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ| આયત નં.:- 92
====================
قَالَ يٰقَوۡمِ اَرَهۡطِىۡۤ اَعَزُّ عَلَيۡكُمۡ مِّنَ اللّٰهِ ؕ وَ اتَّخَذۡتُمُوۡهُ وَرَآءَكُمۡ ظِهۡرِيًّا ؕ اِنَّ رَبِّىۡ بِمَا تَعۡمَلُوۡنَ مُحِيۡطٌ (92)
(92). તેમણે(શુઐબે) જવાબ આપ્યો કે હે મારી કોમના લોકો! શું તમારી નજીદીક મારો કબીલો અલ્લાહથી પણ વધારે બળવાન છે કે તમે (કબીલાનો તો ડર રાખ્યો અને)અલ્લાહને પીઠ પાછળ મૂકી દીધો છે, બેશક મારો રબ જે કંઈ તમે કરી રહ્યા છો તે બધાને ઘેરેલ છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
એવું લાગે છે કે તમે મને મારા કબીલા(સમુદાય)ના દબાણ હેઠળ મારો ખયાલ કરી રહ્યા છો, જેથી મને હજી સુધી પથ્થરો મારીને મારી નથી નાખ્યો, જો કે વાસ્તવિકતામાં, વાસ્તવિક દબાણ તો અલ્લાહનું જ હોવું જોઈએ, જેની શક્તિમાં બ્રહ્માંડની દરેક વસ્તુ છે, અને તમે પોતે પણ તેની શક્તિમાં છો. જેનો તમને ભૂલથી પણ ખયાલ નથી આવતો.
અને જો તમને મારી વાતો આટલી અરુચિકર લાગતી હોય તો તમે જે કરી રહ્યા છો તે કરતાં રહો, જો કે હું તો મારું કામ ચાલુ રાખીશ. જેથી અલ્લાહ તઆલા પોતે કોઈ નિર્ણયનું એવું સ્વરૂપ બનાવી દે જેથી દરેકને જાણ થઈ જાય કે આપણામાંથી કોણ સાચા માર્ગ પર છે અને કોણ ખોટા? (તયસુરુલ કુરઆન)