11:105 દરબારે ઈલાહીનો ખૌફનાક મંજર..

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ 

[ આયત નં.:- 105 ]

=====================


يَوۡمَ يَاۡتِ لَا تَكَلَّمُ نَفۡسٌ اِلَّا بِاِذۡنِهٖ‌ۚ فَمِنۡهُمۡ شَقِىٌّ وَّسَعِيۡدٌ (105)

(105). જે દિવસે તે(કયામત) આવી જશે કોઈને હિંમત નહીં હોય કે અલ્લાહની પરવાનગી વગર કોઈ વાત કરે, તો તેમાંથી કોઈ દુર્ભાગી હશે  અને કોઈ સૌભાગ્યશાળી.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

'વાતચીત નહીં કરે' થી આશય કોઈનામાં પણ અલ્લાહ સાથે વાત અથવા‌ સિફારીશ કરવાની હિંમત નહીં હોય, સિવાય તેને જેને અલ્લાહે પરવાનગી‌ આપી હોય. હદીસમાં છે કે રસૂલ(ﷺ) એ ફરમાવ્યું: "તે દિવસે અંબિયા સિવાય કોઈનામાં વાતચીત કરવાની હિંમત નહીં હોય અને અંબિયાની જુબાન પર પણ તે દિવસે ફ્ક્ત આ જ હશે કે 'યા અલ્લાહ! અમને બચાવી લે, અમને બચાવી લે'.