11:104 નિર્ધારિત સમય આવશે તો એક ક્ષણ પણ મોડું નહીં થાય...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ 

[ આયત નં.:- 104 ]

====================


وَمَا نُؤَخِّرُهٗۤ اِلَّا لِاَجَلٍ مَّعۡدُوۡدٍؕ‏ (104)

(104). અને તે(દિવસ)ને (આવવામાં) વિલંબ નથી સિવાય ફક્ત એક નિર્ધારિત મુદ્દત સુધી.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

એટલે કે કયામતના દિવસના સમયમાં જે વિલંબ છે તેનું કારણ ફક્ત એટલું જ કે અલ્લાહ તઆલાએ તેના માટે એક સમય નક્કી કરી રાખ્યો છીએ, જ્યારે તે નિર્ધારિત સમય આવી જશે તો એક ક્ષણ પણ મોડું નહીં થાય.