11:103 એ દિવસ... જેમાં દરેકની હાજરી હશે પ્રથમથી લઈને અંત સુધી..
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
[ આયત નં.:- 103 ]
=====================
اِنَّ فِىۡ ذٰ لِكَ لَاٰيَةً لِّمَنۡ خَافَ عَذَابَ الۡاٰخِرَةِ ؕ ذٰ لِكَ يَوۡمٌ مَّجۡمُوۡعٌ ۙلَّهُ النَّاسُ وَذٰ لِكَ يَوۡمٌ مَّشۡهُوۡدٌ (103)
(103). બેશક, આમાં તે લોકો માટે બોધપાઠ છે જેઓ આખિરતના અઝાબથી ડરે છે તે દિવસે જેમાં દરેકને ભેગા કરવામાં આવશે અને આ તે દિવસ છે જેમાં દરેક લોકોની હાજરી હશે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
એટલે કે અલ્લાહની પકડ અથવા તેવી ઘટનાઓ જે બોધપાઠ અને નસીહત માટે વર્ણન કરવામાં આવે છે.
"જેમાં દરેક લોકોની હાજરી હશે" એટલે કે હિસાબ-કિતાબ અને બદલા માટે (અને પ્રથમ થી લઈને અંત સુધી તમામ લોકો ભેગા થશે, કોઈ બાકી નહીં રહે જેમકે સૂરહ કહફ આયત નં (47) માં ફરમાવવામાં આવ્યું છે કે "અમે દરેકને ભેગા કરીશું કોઈને નહીં છોડીએ"
(અહસનુલ બયાન)