11:102 મોડું થશે પણ પકડ તો દર્દનાક અને ઘણી સખત થશે...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
[ આયત નં.:- 102 ]
====================
وَكَذٰلِكَ اَخۡذُ رَبِّكَ اِذَاۤ اَخَذَ الۡقُرٰى وَهِىَ ظَالِمَةٌ ؕ اِنَّ اَخۡذَهٗۤ اَلِيۡمٌ شَدِيۡدٌ (102)
(102). તારા પરવરદિગારની પકડનો આ જ તરીકો છે જ્યારે કે તે વસ્તીઓમાં રહેનારા જાલિમોને પકડે છે, બેશક તેની પકડ દર્દનાક અને ઘણી સખત છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
એટલે કે જેવી રીતે પાછલી વસ્તીઓને અલ્લાહ તઆલાએ તબાહ અને બરબાદ કરી છે...આગળ પણ તે જાલિમોને આવી રીતે જ પકડ કરવા પર સામર્થ્યવાન છે, હદીસમાં આવે છે કે નબી(ﷺ)એ ફરમાવ્યું:
ان اللہ لیملی للظالم حتی اذا اخذہ لم یفلتہ
અલ્લાહ તઆલા બેશક જાલિમને મોહલત આપે છે પરંતુ જ્યારે તે પકડ કરે છે તો પછી અચાનક જ પકડ કરે છે પછી મોહલત પણ નથી આપતો. (સહીહ બુખારી:- 4686)