11:101 તેમના પૂજ્યોએ તેમને કોઈ ફાયદો ન પહોંચાડ્યો સિવાય નુકસાનના...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ 

[ આયત નં.:- 101 ]

=====================


وَمَا ظَلَمۡنٰهُمۡ وَلٰـكِنۡ ظَلَمُوۡۤا اَنۡفُسَهُمۡ‌ فَمَاۤ اَغۡنَتۡ عَنۡهُمۡ اٰلِهَتُهُمُ الَّتِىۡ يَدۡعُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰهِ مِنۡ شَىۡءٍ لَّمَّا جَآءَ اَمۡرُ رَبِّكَؕ ‌ وَمَا زَادُوۡهُمۡ غَيۡرَ تَتۡبِيۡبٍ‏ (101)

(101). અને અમે તેમના પર કોઈ અત્યાચાર નથી કર્યો પરંતુ તેઓએ જ પોતાના પર જ અત્યાચાર કર્યો, અને તેઓને તેમના માબૂદોએ(પૂજ્યોએ) કોઈ ફાયદો ન પહોંચાડ્યો જેને તેઓ અલ્લાહ સિવાય પોકારતાં હતાં, જ્યારે તારા પરવરદિગારનો હુકમ આવી પહોંચ્યો, તો તેઓએ તેમના નુકશાનમાં જ વધારો કર્યો

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

"તેમના પર‌ કોઈ અત્યાચાર નથી કર્યો" એટલે કે તેઓને અઝાબ આપીને અને તેઓનો વિનાશ કરીને


"પોતાના પર જ અત્યાચાર કર્યો" એટલે કે કુફ્ર અને પાપ કરીને...


"તેઓએ તેમના નુકશાનમાં જ વધારો કર્યો" એટલે કે જ્યારે તેમની માન્યતા એવી હતી કે તેમના‌ માબૂદો તેમને નુકસાનથી બચાવશે અને ફાયદો પહોંચાડશે. પરંતુ જ્યારે અલ્લાહનો અઝાબ આવ્યો ત્યારે સ્પષ્ટ થઈ ગયું કે તેમની માન્યતા ખોટી હતી, અને સાબિત થઈ ગયું કે અલ્લાહ સિવાય કોઈ કોઈને પણ નફા-નુકસાન પહોંચાડવા સક્ષમ નથી.