11:91 તને અમે પથ્થરો મારીને મારી નાંખતાં...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ 

આયત નં.:- 91 

====================

قَالُوۡا يٰشُعَيۡبُ مَا نَفۡقَهُ كَثِيۡرًا مِّمَّا تَقُوۡلُ وَاِنَّا لَـنَرٰٮكَ فِيۡنَا ضَعِيۡفًا‌ ۚ وَلَوۡلَا رَهۡطُكَ لَرَجَمۡنٰكَ‌ وَمَاۤ اَنۡتَ عَلَيۡنَا بِعَزِيۡزٍ (91)

(91). તેઓએ(કોમે) કહ્યું હે શુઐબ! તારી અકસર વાતો તો અમારા સમજ માં નથી આવતી, અને અમે તને અમારામાંથી સૌથી કમજોર(નિર્બળ) ગણીએ છીએ, અને જો તારા કબીલાનો ખયાલ ન હોત તો તને અમે પથ્થરો મારીને મારી નાંખતાં અને અમે તને કોઈ હેસિયતવાળી વ્યક્તિ નથી ગણતા.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

"તારી અકસર વાતો તો અમારા સમજમાં નથી આવતી...." આ વાત તેઓએ કાં તો મજાકમાં અપમાન તરીકે કહી હોય, અથવા તેઓનો હેતુ તે વાતો સંબંધિત છે જેને સમજવામાં અસમર્થતા વ્યક્ત કરતાં, જેનો સંબંધ ગૈબ(અદ્દશ્ય) સાથે છે, ઉદાહરણ તરીકે મૃત્યુ પછી પુનરુત્થાન, હશ્ર વ નશ્ર, સ્વર્ગ અને નરક વગેરે...


"અમે તને અમારામાંથી સૌથી કમજોર(નિર્બળ) ગણીએ છીએ...."

આ નબળાઈ શારીરિક હતી, કારણ કે કેટલાકનો ખયાલ છે કે હઝરત શુઐબની દૃષ્ટિ નબળી હતી, અથવા તેે દુબળા અને પાતળા હતાં, અથવા તે કારણે કમજોર કહ્યાં કે તે એકલા વિરોધીઓ સામે લડવાની શક્તિ ધરાવતા ન હતા.


"જો તારા કબીલાનો ખયાલ ન હોત તો તને અમે પથ્થરો મારીને મારી નાંખતાં...."

એવું કહેવાય છે કે હઝરત શુએબ(અ.સ.)નો કબીલો તેમનો મદદગાર ન હતો, પરંતુ તેમનો કબીલો કુફ્ર અને બહુદેવવાદમાં તેમની‌ કોમના‌ લોકો સાથે જ હતો, તેથી, તેઓ પોતાના સહ-ધર્મને કારણે, આ કબીલાના લીધે , હઝરત શુએબ(અ.સ.)ની સાથે કઠોર વલણ અને તેમને નુકસાન પહોંચાડવામાં રોકાતા હતાં.


"અમે તને કોઈ હેસિયતવાળી વ્યક્તિ નથી ગણતા...."

પરંતુ જો કે તારા કબીલાનુ સન્માન હજુ પણ અમારા દિલોમાં છે એટલા માટે જ અમે દરગુજર થી કામ લઈએ છીએ. (અહસનુલ બયાન)