11:90 અલ્લાહ પોતાની મખ્લૂકથી મુહબ્બત કરે છે...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 90
====================
وَاسۡتَغۡفِرُوۡا رَبَّكُمۡ ثُمَّ تُوۡبُوۡۤا اِلَيۡهِؕ اِنَّ رَبِّىۡ رَحِيۡمٌ وَّدُوۡدٌ (90)
(90). અને પોતાના રબથી માફી માગો અને તેના તરફ રુજૂ કરો(પાછા ફરો), નિઃસંદેહ મારો રબ અત્યંત દયાળુ છે અને (પોતાની મખ્લૂકને) મુહબ્બત કરે છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તમારા માટે શ્રેષ્ઠ માર્ગ એ છે કે મારી વાત પર ગુસ્સે થવાને બદલે અલ્લાહ પાસે તમારા ભૂતકાળના ગુનાહોની માફી માંગો અને અલ્લાહને વચન આપો કે ભવિષ્યમાં આવા કામો નહીં કરીએ. પછી ફક્ત અલ્લાહ તમારા પાપોને માફ નહીં કરે, પરંતુ તે તમારાથી ખુશ થઈ જશે અને તમને મુહબ્બત પણ કરશે. (તયસુરુલ કુરઆન)