11:89 લૂતની કોમ તો તમારાથી દૂર નથી...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ 

આયત નં.:- 89 

====================

وَيٰقَوۡمِ لَا يَجۡرِمَنَّكُمۡ شِقَاقِىۡۤ اَنۡ يُّصِيۡبَكُمۡ مِّثۡلُ مَاۤ اَصَابَ قَوۡمَ نُوۡحٍ اَوۡ قَوۡمَ هُوۡدٍ اَوۡ قَوۡمَ صٰلِحٍ‌ؕ وَمَا قَوۡمُ لُوۡطٍ مِّنۡكُمۡ بِبَعِيۡدٍ‏ (89)

(89). અને હે મારી કોમ(ના લોકો) ક્યાંક એવું ન થાય કે તમને મારો વિરોધ (કરવો) તે અઝાબોના હકદાર બનાવી દે જે નૂહની કોમ અને હૂદની કોમ અને સાલેહની કોમને પહોંચી ચૂક્યા છે અને લૂતની કોમ તો તમારાથી દૂર નથી.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

"લૂતની કોમ તો તમારાથી દૂર નથી" એટલે કે, તેમનું સ્થાન તમારાથી દૂર નથી, અથવા તે કારણોથી તમારાથી દૂર નથી જેના કારણે તેમને અઝાબ પહોંચ્યો છે. (અહસનુલ બયાન)


આ આયતથી‌ માલૂમ થાય છે કે શુઐબ(અ.સ) ની‌ વિવિધ સ્થળે તથા સમયે તેમની‌ કોમ સાથે સંવાદો થતાં રહેતાં  આ સંવાદ માત્ર કોઈ એક સમય પૂરતો ન હતો પરંતુ તેમની કોમ વિરોધ અને હઠધર્મી પર ઉતરી આવી હતી અને એવી હઠધર્મી કે માણસ દરેક સીધી વાતને ઉલ્ટી જ કરી નાંખે એટલા માટે શુઐબે ફરમાવ્યું કે મારો વિરોધ કરવામાં એટલા આગળ વધી ન જાઉં કે પહેલાંથી પણ વધારે શિર્ક અને બદકારી કરો...ત્યાં સુધી કે તમે તે અઝાબે ઈલાહીના હકદાર બની જાવ જે પહેલાંની કોમો પર આવી ચૂક્યો છે અને લૂતની કોમની તબાહી તો તમારાથી દૂર નથી. એટલે કે...એટલો બધો જમાનો પણ પસાર નથી થયો અથવા તો વિસ્તારની દ્રષ્ટીએ દૂર નથી. (તયસુરુલ કુરઆન)