11:88 મારો ઈરાદો તો પોતાની તાકાત મુજબ સુધારણા કરવાનો છે...

 [ પારા નંબર:- 12| (11). સુરહ હુદ ]

[ આયત નં.:- 88 ]

====================

قَالَ يٰقَوۡمِ اَرَءَيۡتُمۡ اِنۡ كُنۡتُ عَلٰى بَيِّنَةٍ مِّنۡ رَّبِّىۡ وَرَزَقَنِىۡ مِنۡهُ رِزۡقًا حَسَنًا‌ ؕ وَمَاۤ اُرِيۡدُ اَنۡ اُخَالِفَكُمۡ اِلٰى مَاۤ اَنۡهٰٮكُمۡ عَنۡهُ‌ ؕ اِنۡ اُرِيۡدُ اِلَّا الۡاِصۡلَاحَ مَا اسۡتَطَعۡتُ‌ ؕ وَمَا تَوۡفِيۡقِىۡۤ اِلَّا بِاللّٰهِ‌ ؕ عَلَيۡهِ تَوَكَّلۡتُ وَاِلَيۡهِ اُنِيۡبُ (88)

(88). (શુએબે)કહ્યું કે, “હે મારી કોમ ! જુઓ જો હું મારા રબ તરફથી સ્પષ્ટ દલીલ પર હોઉં અને તેણે મને પોતાના પાસેથી ઉત્તમ રોજી આપી રાખી છે, મારો કદી એવો ઈરાદો નથી કે તમારો વિરોધ કરીને પોતે તે વસ્તુ તરફ ઝૂકી જાઉ જેનાથી તમને રોકી રહ્યો છું, મારો ઈરાદો તો પોતાની તાકાત મુજબ સુધારણા કરવાનો છે અને મને (આવી) સદબુદ્ધિ અલ્લાહની મદદથી છે, તેના ઉપર મારો ભરોસો છે, અને હું તેના તરફ રજુ કરૂ છું.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

"ઉત્તમ રોજી આપી રાખી છે"

ઉત્તમ રોઝીનો બીજો અર્થ નબૂવ્વત પણ હોય શકે છે. (ઈબ્ને કષીર)


"તમારો વિરોધ કરીને પોતે તે વસ્તુ તરફ ઝૂકી જાઉ જેનાથી તમને રોકી રહ્યો છું "

એટલે કે જે કામથી હું તમે લોકોને રોકું છું અને તમારો વિરોધ કરીને હું પોતે જ તે કામ કરું આવું થઈ શકતું નથી.


"મારો ઈરાદો તો પોતાની તાકાત મુજબ સુધારણા કરવાનો છે " એટલે કે હું તમને જે કંઈ કરવાનો આદેશ આપું છું અથવા જેનાથી અટકાવું છું, તેનો ઉદ્દેશ્ય એ છે કે મારી યોગ્યતા મુજબ તમારી (ઈસ્લાહ) સુધારાણા થાય.


"તેના ઉપર મારો ભરોસો છે "

એટલે કે, હક(સત્ય) સુધી પહોંચવાનો મારો ઇરાદો અલ્લાહની મદદથી જ શક્ય છે, તેથી હું તમામ બાબતોમાં તેના પર ભરોસો રાખું છું અને હું તેની તરફ રજૂ(વળું) છું. (અહસનુલ બયાન)