11:87 અમે અમારા માલમાંથી (અમારી ઇચ્છાનુસાર) ખર્ચવાને પણ છોડી દઈએ...

 [ પારા નંબર:- 12| (11). સુરહ હુદ ]

[ આયત નં.:- 87 ]


قَالُوۡا يٰشُعَيۡبُ اَصَلٰوتُكَ تَاۡمُرُكَ اَنۡ نَّتۡرُكَ مَا يَعۡبُدُ اٰبَآؤُنَاۤ اَوۡ اَنۡ نَّـفۡعَلَ فِىۡۤ اَمۡوَالِنَا مَا نَشٰٓؤُا‌ ؕ اِنَّكَ لَاَنۡتَ الۡحَـلِيۡمُ الرَّشِيۡدُ‏ (87)

(87). તેઓએ જવાબ આપ્યો કે હે શુએબ! શું તારી નમાઝ તને આ જ હુકમ આપે છે કે અમે અમારા બાપદાદાઓના પૂજ્યોને છોડી દઈએ અને અમે અમારા માલમાંથી (અમારી ઇચ્છાનુસાર) જે કંઈ કરતાં હોય તેને પણ છોડી દઈએ, તું તો મોટો જ સહિષ્ણુ અને સત્યનિષ્ઠ માણસ છું

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

નમાઝથી આશય ઈબાદત, દિન 


"અમે અમારા માલમાંથી (અમારી ઇચ્છાનુસાર) જે કંઈ કરતાં હોય...."

કેટલાક વિવેચકોના મતે, આનો ઉલ્લેખ ઝકાત અને સદકાતનો છે, જેનો આદેશ દરેક આસમાની ધર્મમાં આપવામાં આવ્યો છે. અલ્લાહના આદેશથી ઝકાત અને સદકાત આપવું એ અલ્લાહની નાફરમાની(અનાદર) કરનારાઓ માટે ખૂબ જ મુશ્કેલ હોય છે અને તેઓ એ સમજે છે કે જ્યારે આપણે આપણી મહેનતથી માલ કમાઈએ છે તો પછી આને ખર્ચ કરવા કે ન ખર્ચવામાં આપણા પર પાબંદી કેમ? શા માટે આપણને મજબૂર કરવામાં આવે કે તેનો ચોક્કસ અમુક ભાગ કાઢવો જ જોઈએ? તેવી જ રીતે, કમાણી અને વેપાર માં પણ હલાલ અને હરામ તથા કાયદેસર અને ગેરકાયદેસરની પાબંદી પણ  (આવી વિચારસરણીના લીધે)આવા લોકો માટે (ઝકાત અને સદકાત કાઢવું) ખૂબ જ મુશ્કેલ બની જાય છે.


શક્ય છે કે તેઓને તોલમાપમાં કમી કરવાથી રોકવાને લીધે પણ તેઓએ પોતાના માલમાં દખલગીરી સમજી હોય અને આવા શબ્દોથી તેઓએ ઈનકાર કર્યો હોય. બન્ને સમજૂતી સાચી છે.


"તું તો મોટો જ સહિષ્ણુ અને સત્યનિષ્ઠ માણસ છું" તેઓએ આ શબ્દો હઝરત

શુએબ(અ.સ.)ની મજાક ઉડાવતા કહ્યા.

(અહસનુલ બયાન)