11:86 અલ્લાહે આપેલ બચત એટલે કે હલાલ કમાઈ માં જ ભલાઈ છે....

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ 

આયત નં.:- 86 

===================


بَقِيَّتُ اللّٰهِ خَيۡرٌ لَّـكُمۡ اِنۡ كُنۡتُمۡ مُّؤۡمِنِيۡنَ ۚوَمَاۤ اَنَا عَلَيۡكُمۡ بِحَفِيۡظٍ‏ (86)

(86). અલ્લાહની આપેલી બચત(નફો) તમારા માટે વધુ સારી છે જો તમે ઈમાનવાળા છો, અને હું તમારા પર કોઈ દેખરેખ રાખનારો નથી.''

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

શબ્દ (بَقِیَّتُ اللّٰہِ) એટલે કે પ્રમાણિકતા સાથે સોદો કર્યા પછી, તોલમાપમાં કોઈપણ ઘટાડો કર્યા વિના નફો(બચત)  મેળવવામાં આવે છે તે. કારણ કે તે હલાલ અને યોગ્ય છે અને ભલાઈ તથા બરકત પણ તેમાં છે.


"હું તમારા પર કોઈ દેખરેખ રાખનારો નથી" એટલે કે હું ફક્ત તમને ઉપદેશ જ આપી શકું છું અને અલ્લાહના આદેશથી આપી પણ રહ્યો છું. પરંતુ હું તમને ખરાબ કામ કરતા રોકી શકું કે તમને તેની પર સજા આપું, તે મારા હાથમાં નથી, આ બંને બાબતોની સત્તા ફક્ત અલ્લાહ પાસે જ છે.