11:85 તોલમાપમાં કમી કરવું એ ભષ્ટ્રાચાર જે એક મોટો ગુનો છે...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 85
====================
وَيٰقَوۡمِ اَوۡفُوا الۡمِكۡيَالَ وَالۡمِيۡزَانَ بِالۡقِسۡطِ وَلَا تَبۡخَسُوا النَّاسَ اَشۡيَآءَهُمۡ وَلَا تَعۡثَوۡا فِى الۡاَرۡضِ مُفۡسِدِيۡنَ (85)
*(85). હે મારી કોમ! તોલમાપ ન્યાયપૂર્વક પૂરેપૂરું કરો, લોકોને તેમની વસ્તુઓ કમી કરીને ન આપો, અને જમીન પર ફસાદ અને બગાડ ન ફેલાવો.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
*તફસીર(સમજૂતી)*
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અંબીયા(અ.સ.) ની દાવત બે મહત્વપૂર્ણ બુનિયાદ પર હોય છે.
(૧). હૂકુક્લઅલ્લાહ ની અદાયગી,
(૨). હૂકુક્લઈબાદ ની અદાયગી...
આના અગાઉની આયતમાં...
પ્રથમ શબ્દ (اَعْبُدُو اللّٰہَ) પછી
(وَلَا تَنْقُصُوا الْمِكْيَالَ وَالْمِيْزَانَ)
સૂરહ હૂદ, આયત 84 માં ઈશારો થઈ ચૂક્યો છે.
અને હવે, ભારપૂર્વક તેમને ન્યાય સાથે સંપૂર્ણ માપ આપવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે અને લોકોને વસ્તુઓ ઓછી આપવા માટે મનાઈ કરવામાં આવી રહી છે કારણ કે અલ્લાહની નજરમાં આ પણ એક મોટો ગુનો છે. અલ્લાહ તઆલાએ આ ગુનાથી થતું અપમાન અને દંડ અને તેની અંતિમ સજાને એક પૂરી સુરહ માં વર્ણવી છે...
(وَيْلٌ لِّـلْمُطَفِّفِيْنَ (1)
الَّذِيْنَ اِذَا اكْتَالُوْا عَلَي النَّاسِ يَسْتَوْفُوْنَ (2)
وَاِذَا كَالُوْهُمْ اَوْ وَّزَنُوْهُمْ يُخْسِرُوْنَ (3)
(૧). દંડી મારનાર (ઓછું તોલમાપ કરનારાઓ) માટે વિનાશ છે
(૨). આ લોકોની સ્થિતિ એવી છે કે જ્યારે લોકો પાસેથી લે છે, તો પૂરેપૂરું લે છે
(૩). અને જ્યારે તેમને માપીને કે તોલીને આપે છે, ત્યારે તેમને ઓછું આપે છે.
(સૂરહ મુતફિફીન, આયત ૧ થી ૩)
અલ્લાહની નાફરમાની(અનાદર) કરવાથી, ખાસ કરીને બંદાઓના હક્કોથી સંબંધિત હોય, જેમ કે અહીં તોલમાપ માં કમી કરવી, (આનાથી) ચોક્કસપણે જમીનમાં ભ્રષ્ટાચાર અને બગાડ થાય છે જે કરવાની તેમને સખ્ત મનાઈ કરવામાં આવે છે.