11:84 તોલમાપ માં કમી કરવાવાળી કોમ...
[ પારા નંબર:- 12| (11). સુરહ હુદ ]
[ આયત નં.:- 84 ]
====================
وَاِلٰى مَدۡيَنَ اَخَاهُمۡ شُعَيۡبًا ؕ قَالَ يٰقَوۡمِ اعۡبُدُوا اللّٰهَ مَا لَـكُمۡ مِّنۡ اِلٰهٍ غَيۡرُهٗ ؕ وَلَا تَـنۡقُصُوا الۡمِكۡيَالَ وَالۡمِيۡزَانَ اِنِّىۡۤ اَرٰٮكُمۡ بِخَيۡرٍ وَّاِنِّىۡۤ اَخَافُ عَلَيۡكُمۡ عَذَابَ يَوۡمٍ مُّحِيۡطٍ (84)
(84). અને અમે મદયનવાળાઓની તરફ તેમના ભાઈ શુઐબને મોકલ્યા, તેમણે કહ્યું: હે મારી કોમ અલ્લાહની ઈબાદત કરો તેના સિવાય તમારો કોઈ જ મઅબૂદ(ઉપાસ્ય) નથી અને તમે તોલમાપ માં પણ કમી ન કરો, હું તમને ખુશહાલી માં જોઈ રહ્યો છું અને મને ડર છે કે તમારા ઉપર એવો દિવસ આવશે જેની યાતના સૌને ઘેરી વળશે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
મદયન વિષે વિસ્તૃત માહિતી માટે જુઓ સૂરહ અઅરાફ, આયત નં 85 ની તફસીર...
તૌહીદની દાવત આપ્યાં પછી, આ કોમમાં અગ્રણી નૈતિક વિકૃતિ તોલમાપ માં કમી કરવાની હતી. તેથી તેમને મનાઈ કરવામાં આવે છે તેમની આદત બની ગઈ હતી કે જ્યારે વેચનાર તેમની પાસે પોતાનો માલ લઈને આવે ત્યારે તેઓ માપ અને વજન કરતા વધારે લેતા હતા અને જ્યારે તેઓ ખરીદનાર (ગ્રાહક)ને કોઈ વસ્તુ વેચે ત્યારે તેઓ માપ માં કમી કરી દેતા હતા. અને તોલ માં દંડી મારતાં.
"હું તમને ખુશહાલી માં જોઈ રહ્યો છું" એટલે કે મનાઈ કરવાનું આ કારણ છે કે જ્યારે અલ્લાહ તઆલા તમારા પર મહેરબાની કરી રહ્યો છે અને તેણે તમને ખુશહાલી અને સંપત્તિ આપી છે તો તમે આ ઘૃણાસ્પદ કૃત્ય શા માટે કરો છો.
"એવો દિવસ આવશે જેની યાતના સૌને ઘેરી વળશે " આ બીજું કારણ છે કે જો તમે તમારા આ કૃત્યથી પરહેઝ કરશો નહીં તો આશંકા છે કે તમે કયામતના દિવસની યાતનામાંથી બચી શકશો નહીં. ઘેરાબંધીનો દિવસ એટલે કયામતના દિવસનો ઉલ્લેખ છે. તે દિવસે, કોઈ પણ પાપી અઝાબમાંથી બચી શકશે નહીં, ન તો તે ભાગીને, ન તો ક્યાંક છુપાઈને.