11:58 હૂદ(અ.સ.)ની કોમ પર અઝાબ...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 58
====================
وَ لَمَّا جَآءَ اَمۡرُنَا نَجَّيۡنَا هُوۡدًا وَّالَّذِيۡنَ اٰمَنُوۡا مَعَهٗ بِرَحۡمَةٍ مِّنَّا ۚ وَ نَجَّيۡنٰهُمۡ مِّنۡ عَذَابٍ غَلِيۡظٍ(58)
(58). અને જ્યારે અમારો આદેશ આવી પહોંચ્યો તો અમે હૂદને અને તેના મુસ્લિમ સાથીઓને પોતાની ખાસ કૃપાથી સુરક્ષિત કરી દીધા અને અમે તે બધાને સખત યાતનાથી બચાવી લીધાં.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તેમના પર સખત અને તેજ તથા અત્યંત ઠંડા વાવાઝોડાનો અઝાબ આવ્યો હતો આ વાવાઝોડુ એટલુ તેજ અને ભયંકર હતુ કે આમાં મનુષ્ય અને વૃક્ષો પણ ઉડી રહ્યા હતા.
વૃક્ષોને ઉખાડી દે અને કેટલાક ઘરોની છતો પણ ઉડવા લાગે જે એકબીજાથી ટકરાઈ ટકરાઈને ચૂર-ચૂર અને બરબાદ તથા નાશ થઈ જતું હતું પછી આ પવનો પણ અંત્યંત ઠંડા હતાં અને આ વાવાઝોડુ સતત આઠ દિવસ અને સાત રાતો સુધી ચાલતું રહ્યું જેણે તેમના ઘરોમાં પ્રવેશીને બધુ તબાહ અને બરબાદ કરી નાખ્યું.
અંઝાબ આવતા પહેલાં અલ્લાહ તઆલાએ હૂદ(અ.સ)ને વહી અવતરિત કરીને કહી દીધું કે તે અને તેમના સાથીઓ ફલાણા ઠેકાણે જઈને પોતાને સુરક્ષિત કરી લે આવી રીતે ઈમાન લાવનારાઓને અલ્લાહે બચાવી લીધા. (તયસુરુલ કુરઆન)