11:9-10 મનુષ્યની નીચ ભાવના અને કૃતજ્ઞતા...
وَلَئِنۡ اَذَقۡنَا الۡاِنۡسَانَ مِنَّا رَحۡمَةً ثُمَّ نَزَعۡنٰهَا مِنۡهُۚ اِنَّهٗ لَيَــئُوۡسٌ كَفُوۡرٌ (09)
(09). જો અમે મનુષ્યને અમારી કોઈ ને'મતનો સ્વાદ ચખાડીને પછી તેને તેનાથી છીનવી લઈએ તો તે ખૂબજ નિરાશાજનક અને ખૂબ જ કૃતજ્ઞ(ના શુક્રો) બની જાય છે.
وَلَئِنۡ اَذَقۡنٰهُ نَـعۡمَآءَ بَعۡدَ ضَرَّآءَ مَسَّتۡهُ لَيَـقُوۡلَنَّ ذَهَبَ السَّيِّاٰتُ عَنِّىۡ ؕ اِنَّهٗ لَـفَرِحٌ فَخُوۡرٌۙ (10)
(10). અને જો અમે તેને કોઈ (ને'મત નો) સ્વાદ ચખાડીએ તે આપત્તિ પછી જે તેને પહોંચી હતી તો તે કહેવા લાગે છે કે બસ મારી તો બધી આપત્તિઓ દૂર થઈ ગઈ હકીકતમાં તે ઘણો ઘમંડી અને શેખીખોર છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
સામાન્ય રીતે મનુષ્યમાં જે અધમ લક્ષણો જોવા મળે છે તેનું વર્ણન આમાં અને આના પછીની આયતમાં કરવામાં આવ્યું છે. નિરાશા નો સંબંધ ભવિષ્ય સાથે છે અને કૃતજ્ઞતા ભૂતકાળ અને વર્તમાન વિશે છે.
આયત (9) અનૈ (10)માં અને આગળની આયતમાં દુનિયાદાર અને અલ્લાહના એહસાનને ભૂલી જનાર માણસની નીચ ભાવના અને સંકુચિત મનનો નકશો રજૂ કરવામાં આવ્યો છે, જે એ છે કે જો અલ્લાહની ને'મતો તેને જીવનભર મળતી રહે અને પછી કોઈક સમયે આફત આવી જાય તો તે સમયે મુસીબત પર રડવાનું શરૂ કરી દે છે. અને અલ્લાહ તઆલા વિશે ખૂબ જ સખત શબ્દો કહેવાનું શરૂ કરે છે અને તે ભૂલી જાય છે કે અલ્લાહે તેને કેટલો સમય ઐશો-આરામમાં રાખ્યો હતો જેનો તેણે ક્યારેય આભાર માન્યો નથી અને જો અલ્લાહ તેને મુશ્કેલીમાંથી બચાવી લે તો પછી પણ તે અલ્લાહનો આભાર માનતો નથી. તેનાથી વિપરિત, તે સમયે પણ અલ્લાહ પ્રત્યે અજ્ઞાન અને અહંકારી બનીને, બડાઈઓ મારવા લાગે છે અને ફુલે સમાતો નથી જેમ કે તેને ફરી ક્યારેય કોઈ મુશ્કેલી નહીં આવે.
જો કે, તેણે તો ભૂતકાળને ન ભૂલીને અલ્લાહનો આભાર માનવો જોઈએ અને તેની કૃપાની આગળ ઝુકી જવું જોઈએ.