11:83 બોધ ગ્રહણ કરવા વિનાશ થયેલા પ્રદેશો મક્કા થી દૂર ન હતાં...
[ પારા નંબર:- 12| (11). સુરહ હુદ ]
[ આયત નં.:- 83 ]
====================
مُّسَوَّمَةً عِنۡدَ رَبِّكَؕ وَ مَا هِىَ مِنَ الظّٰلِمِيۡنَ بِبَعِيۡدٍ (83)
(83). તારા રબ તરફથી (જે) નિશાનીવાળા હતા, અને તે(વસ્તી), (તે)જાલિમોથી જરા પણ દૂર ન હતી.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
કેટલાક (મુફસ્સિરીન)વિવેચકોના મતે, આ આયતમાં "નિશાનીવાળા હતાં" આનો સંદર્ભ એ ચિહ્નિત કાંકરા છે જે તેમના પર ફેંકવામાં આવ્યા હતા, અને અન્યના મતે, તેનો સંદર્ભ એ વસાહતો છે જે (અઝાબે ઈલાહીથી) નાશ પામી હતી, જે સીરિયા અને મદીનાની વચ્ચે હતી, અને જાલિમોથી આશય એ કે મક્કાના મુશરિકો અને અન્ય કાફિરો છે.
હેતુ તેમને ડરાવવાનો છે કે તમારો પણ અંજામ અગાઉની કોમો જેવો થઈ શકે. (અહસનુલ બયાન)
"જાલિમોથી જરા પણ દૂર ન હતી" એટલે કે, આ વિનાશ થયેલો વિસ્તાર આ જાલિમોથી(એટલે કે મક્કાના મુશરિકો તથા કાફિરો) દૂર નથી, તેઓ આ વિસ્તાર પોતાની આંખે જોઈ શકે છે, અને બીજો અર્થ એ છે કે આવી યાતના લૂતની કોમ માટે જ નહીં પરંતુ જુલ્મ કરનારાઓ અને સત્યનો ઇન્કાર કરનારાઓ માટે પણ છે અને દુષ્કર્મીઓને આજે પણ આવી જ યાતના આપવાની અલ્લાહ સંપૂર્ણ શક્તિ ધરાવે છે અને આ કોઈ દૂરની વાત નથી. (તયસુરુલ કુરઆનની તફસીરનો છેલ્લો અંશ)