11:82 અને આ વસ્તીને ઉલટ-પુલટ કરી નાખી...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ 

આયત નં.:- 82 

====================


فَلَمَّا جَآءَ اَمۡرُنَا جَعَلۡنَا عَالِيَهَا سَافِلَهَا وَاَمۡطَرۡنَا عَلَيۡهَا حِجَارَةً مِّنۡ سِجِّيۡلٍۙ مَّنۡضُوۡدٍۙ‏ (82)

(82). પછી જ્યારે અમારો હુકમ આવી પહોંચ્યો, તો અમે (તે વસ્તીને ઉલટ-પુલટ કરી નાખી) ઉપરનો હિસ્સો નીચે કરી દીધો અને તેમના ઉપર કાંકરાના પથ્થરો નિરંતર વરસાવ્યા.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

આ તે અઝાબે ઈલાહીનો હુકમ હતો જેના માટે ફરિશ્તાઓને મોકલવામાં આવ્યા હતા. હઝરત જીબ્રઈલે સદૂમ શહેર અને આસપાસની વસાહતો, જે આ દુષ્કર્મીઓનું રહેઠાણ હતું, તે પૂરાં વિસ્તારને જમીનથી ઉખેડીને પોતાની પાંખો પર ઉઠાવ્યો પછી આ આખા પ્રદેશને હવામાં ઊંચાઈ પર લઈને આ પ્રદેશને ઊંધું કરીને જમીન પર પછાડી દીધું...

પછી આ પ્રદેશ પર ઉપરથી સતત પથ્થરો ફેંકવામાં આવ્યા અને પથ્થરો પણ સામાન્ય પથ્થરો નહોતા પરંતુ તે ચોક્કસ નિશાની ધરાવતા પથ્થરો હતા અને આ બેવડો અઝાબ અલ્લાહનો ક્રોધ હતો જેના કારણે તેમને આપવામાં આવ્યો. (તયસુરુલ કુરઆન ની તફસીરનો ટૂકો ભાગ)