11:81 સવાર થતાં જ આ વસ્તીનો વિનાશ થશે...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ 

આયત નં.:- 81 

====================


قَالُوۡا يٰلُوۡطُ اِنَّا رُسُلُ رَبِّكَ لَنۡ يَّصِلُوۡۤا اِلَيۡكَ‌ فَاَسۡرِ بِاَهۡلِكَ بِقِطۡعٍ مِّنَ الَّيۡلِ وَلَا يَلۡتَفِتۡ مِنۡكُمۡ اَحَدٌ اِلَّا امۡرَاَتَكَ‌ؕ اِنَّهٗ مُصِيۡبُهَا مَاۤ اَصَابَهُمۡ‌ؕ اِنَّ مَوۡعِدَهُمُ الصُّبۡحُ‌ؕ اَلَيۡسَ الصُّبۡحُ بِقَرِيۡبٍ (81)

(81). ફરિશ્તાઓએ કહ્યું, હે લૂત! ''અમે તારા રબના મોકલેલા ફરિશ્તાઓ છીએ. આ લોકો તારું કંઈ જ બગાડી નહીં શકે. બસ, તું થોડી રાત બાકી હોય ત્યારે પોતાના ઘરવાળાઓ સહિત નીકળી જા અને જુઓ, તમારામાંથી કોઈપણ વ્યક્તિ પાછળ ફરીને ન જુએ, પરંતુ તારી પત્ની (સાથે નહીં આવે) કેમ કે તેના પર પણ એ જ વીતવાનું છે જે આ લોકો પર વીતશે. તેમના વિનાશ માટે સવારનો સમય નક્કી છે, સવાર થવામાં હવે વાર જ કેટલી છે !''

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

જ્યારે ફરિશ્તાઓએ હઝરત લૂતની લાચારી અને તેમની કોમની આજ્ઞાભંગને નિહાળી લીધું ત્યારે તેઓએ કહ્યું, હે લૂત!  ગભરાવાની જરૂર નથી, અમારા સુધી તો શું હવે તેઓ તમારા સુધી પણ પહોંચી શકશે નહીં. હવે રાતના એક ભાગમાં, પત્ની સિવાય, તમારા પરિવારને લઈને અહીંથી ચાલ્યા જાઓ! સવાર થતાં જ આ વસ્તીનો વિનાશ થઈ જશે. (અહસનુલ બયાન)