11:8 જો અલ્લાહ ઢીલ આપે તો નિશ્ચિત થવાને બદલે વધુ ચિંતિત થવું...

 وَلَئِنۡ اَخَّرۡنَا عَنۡهُمُ الۡعَذَابَ اِلٰٓى اُمَّةٍ مَّعۡدُوۡدَةٍ لَّيَـقُوۡلُنَّ مَا يَحۡبِسُهٗؕ اَلَا يَوۡمَ يَاۡتِيۡهِمۡ لَـيۡسَ مَصۡرُوۡفًا عَنۡهُمۡ وَحَاقَ بِهِمۡ مَّا كَانُوۡا بِهٖ يَسۡتَهۡزِءُوۡنَ (08)

(08). અને જો અમે તેમની પાસેથી એક નિશ્ચિત મુદત માટે અઝાબ(યાતના)માં વિલંબ કરીએ, તો તેઓ કહેશે કે, "કેવી વસ્તુએ આને(અઝાબને) રોકી રાખી છે?"  જુઓ, જે દિવસે તે અઝાબ આવી ગયો તો પછી ત્યાથી હટશે નહિ, અને તે વસ્તુ તેઓને ઘેરી લેશે જેની મજાક તેઓ ઉડાવતા હતા.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

અલ્લાહ તરફથી વિલંબ કરવામાં આવે તો માણસે બેદરકારી ન રાખવી જોઈએ ગમે ત્યારે અચાનક તેની પકડ શકે છે.