11:79 નિશ્ચિત છે સર્વનાશ તે કોમ નો...જે પ્રતિબંધિત કાર્યો(ગુનાહિત કૃત્ય) પર ગર્વ કરે...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 79
====================
قَالُوۡا لَقَدۡ عَلِمۡتَ مَا لَـنَا فِىۡ بَنٰتِكَ مِنۡ حَقٍّ ۚ وَاِنَّكَ لَـتَعۡلَمُ مَا نُرِيۡدُ (79)
(79). તેવો કહેવા લાગ્યા: તમે એ તો જાણો છો કે તમારી પુત્રીઓથી અમને કોઈ પણ દિલચસ્પી નથી અને એ પણ જાણો છો કે અમે શું ચાહીએ છીએ?
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
એટલે કે, તે કોમનો મિજાજ અને માહોલ એટલો બગડી ગયો હતો કે નૈતિક અધોગતિ એટલી હદે આવી ગઈ હતી કે હલાલના કામથી લાભ મેળવવાની તેમની રુચિઓ(દિલચસ્પીઓ) સમાપ્ત થઈ ગઈ હતી. તેમની બધી દિલચસ્પીઓ સજાતીય સંબંધો જેવા અનૈતિક અને અકુદરતી કૃત્યો પર કેન્દ્રિત થઈને જ રહી ગઈ હતી.
અને જ્યારે કોઈ કોમ, ન કે માત્ર પ્રતિબંધિત કાર્યો(ગુનાહિત કૃત્ય)ની આદત બની ગયેલ હોય, પરંતુ (તેને કરવામાં) તેમાં રસ અને ગર્વ પણ લે છે, તો આવી કોમનો ઉપાય એ છે કે તેનો સર્વનાશ કરી નાખવામા આવે અને અલ્લાહની જમીનને આવી અશુદ્ધિઓથી શુદ્ધ કરી દેવામાં આવે. (તયસુરુલ કુરઆન)