11:78 અલ્લાહથી ડરો અને મને મારા મહેમાનોના વિશે અપમાનિત ન કરો...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 78
====================
وَجَآءَهٗ قَوۡمُهٗ يُهۡرَعُوۡنَ اِلَيۡهِ ؕ وَمِنۡ قَبۡلُ كَانُوۡا يَعۡمَلُوۡنَ السَّيِّاٰتِ ؕ قَالَ يٰقَوۡمِ هٰٓؤُلَاۤءِ بَنٰتِىۡ هُنَّ اَطۡهَرُ لَـكُمۡ ۚ فَاتَّقُوۡا اللّٰهَ وَلَا تُخۡزُوۡنِ فِىۡ ضَيۡفِىۡ ؕ اَلَيۡسَ مِنۡكُمۡ رَجُلٌ رَّشِيۡدٌ (78)
(78). અને તેમની કોમ તેમના પાસે દોડતી આવી પહોંચી, તેઓ તો પહેલાથી જ બદકારીઓમાં લિપ્ત હતી, (લૂતે) કહ્યું કે, “હે મારી કોમના લોકો! આ છે મારી પુત્રીઓ જે તમારા માટે ઘણી પવિત્ર છે, અલ્લાહથી ડરો અને મને મારા મહેમાનોના વિશે અપમાનિત ન કરો, શું તમારામાં એક પણ ભલો માણસ નથી?”
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
"કોમ તેમના પાસે દોડતી આવી" એટલે કે છિછોરા લોકો જેઓ અગલામ બાઝી (સમલૈંગિકતાની કુટેવ ધરાવનારાઓને) ખબર પડી કે કેટલાક સુંદર યુવકો લૂતના ઘરે આવ્યા છે, ત્યારે તેઓ દોડીને આવ્યા અને તેમને પોતાની સાથે લઈ જવાનો આગ્રહ કર્યો, જેથી તેઓ તેમની ખોટી ઈચ્છાઓ પૂરી કરી શકે.
"મારી પુત્રીઓ જે તમારા માટે ઘણી પવિત્ર છે" એટલે કે, જો તમે તમારી જાતીય ઇચ્છાને સંતોષવા માંગતા હો, તો તેના માટે મારી પુત્રીઓ છે, જેમની સાથે તમારે લગ્ન કરીને તમારો હેતુ પૂરો કરવો જોઈએ. તે તમારા માટે દરેક રીતે વધુ સારું છે. કેટલાકે કહ્યું કે (بنات)બનાત થી આશય આમ સ્ત્રીઓ છે, અને તેમને પોતાની પુત્રીઓ એટલા માટે કહે છે કે પયગંબર પોતાની તમામ ઉમ્મત માટે એક પ્રકારનો પિતા છે. મતલબ કે આ કામ માટે (જાતિય સુખ સંતોષવા માટે) સ્ત્રીઓ છે, તેમની સાથે લગ્ન કરો અને તમારો હેતુ પૂરો કરો. (ઈબ્ને કષીર)
"અલ્લાહથી ડરો અને મને મારા મહેમાનોના વિશે અપમાનિત ન કરો" એટલે કે મારા ઘરે આવનારા મહેમાનો સાથે દુર્વ્યવહાર અને બળજબરી કરીને મને બદનામ ન કરો. શું તમારામાં એક પણ એવો માણસ નથી જે સમજદાર હોય આતિથ્યની આવશ્યકતાઓ અને તેની મહેમાનવાઝીને સમજી શકે અને તમને તમારા ખરાબ ઇરાદાઓથી રોકી શકે,
હઝરત લુત(અ.સ.)એ આ બધી વાતો તેના આધારે કહી હતી કે તેઓ આ ફરિશ્તાઓને નવા આવેલા પ્રવાસીઓ અને મહેમાન જ ગણતા હતા. તેથી, તેઓ તેમના વિરોધમાં ઉતરવાને સન્માન અને ગૌરવ માટે જરૂરી માનતા હતા. જો તેઓ જાણતા હોત અથવા જો તેઓ ગૈબ(પરોક્ષનું જ્ઞાન) જાણતા હોત, તો સ્પષ્ટ છે કે તેમને આ સમસ્યાથી ન પીડાત, જે તેમની સાથે થઈ હતી અને જેનો નકશો અહીં પવિત્ર કુરઆનમાં દોરવામાં આવ્યો છે.