11:77 ફરિશ્તાઓનું આગમન લુત(અ.સ.) માટે મોટી મુસીબતનો દિવસ...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ 

આયત નં.:- 77 

====================


وَلَمَّا جَآءَتۡ رُسُلُـنَا لُوۡطًا سِىۡٓءَ بِهِمۡ وَضَاقَ بِهِمۡ ذَرۡعًا وَّقَالَ هٰذَا يَوۡمٌ عَصِيۡبٌ (77)

(77). અને જ્યારે અમારા મોકલેલા ફરિશ્તાઓ લૂતના પાસે પહોંચ્યા તો તેમના કારણે તે ઘણા દુઃખી થઈ ગયા, અને દિલમાં ગભરાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આજનો દિવસ મોટી મુસીબતનો દિવસ છે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

મુફસ્સિરીન(ટીકાકારોએ) લખ્યું છે કે હઝરત લુત(અ.સ.)ની આ ગંભીર ચિંતાનું કારણ એ હતું કે આ ફરિશ્તાઓ  નવયુવાનોના રૂપમાં આવ્યા હતા. જેના કારણે હઝરત લુતને પોતાની કોમની ખરાબ ટેવનો સખત ખતરો મેહસૂસ થવા લાગ્યો કારણ કે તેઓ જાણતા ન હતા કે આ યુવાનો, જેઓ આવ્યા છે તે મહેમાનો નથી, પરંતુ અલ્લાહ દ્વારા મોકલવામાં આવેલા ફરિશ્તાઓ છે જેઓ આ કોમનો સર્વનાશ કરવા આવ્યા છે. (અહસનુલ બયાન)


હઝરત ઈબ્રાહીમ (અ.સ.) થી‌ છૂટા થઈને ફરિશ્તાઓ ખૂબસૂરત યુવાનોની શકલ અપનાવીને હઝરત લુત પાસે પહોંચ્યા અને હઝરત લુત તેમને જોઈને ગભરાઈ ગયા અને આ ગભરાહટનુ કારણ એ હતું કે પોતાની બદકાર કોમ ક્યાંક આ યુવાનોને પોતાની બદકારીનો શિકાર ન બનાવી લે...(તયસુરુલ કુરઆન)

હઝરત લુત(અ.સ)ને ખબર ન હતી કે આ યુવાનો નહીં પરંતુ ફરિશ્તાઓ છે જે રૂપ ધારણ કરીને આવ્યા છે.