11:75-76 આ વિચારને ત્યજી દો...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 75 76
====================
اِنَّ اِبۡرٰهِيۡمَ لَحَـلِيۡمٌ اَوَّاهٌ مُّنِيۡبٌ (75)
يٰۤـاِبۡرٰهِيۡمُ اَعۡرِضۡ عَنۡ هٰذَا ۚ اِنَّهٗ قَدۡ جَآءَ اَمۡرُ رَبِّكَ ۚ وَاِنَّهُمۡ اٰتِيۡهِمۡ عَذَابٌ غَيۡرُ مَرۡدُوۡدٍ (76)
(75). ખરેખર, ઈબ્રાહીમ ખૂબ જ સહનશીલ, કોમળ હૃદયના અને અલ્લાહ તરફ ઝૂકવાવાળા હતા.
(76). હે ઈબ્રાહીમ! આ વિચારને ત્યજી દો, તમારા રબનો હુકમ આવી પહોંચ્યો છે અને તેમના પર તે યાતના આવીને જ રહેશે જે કોઈના ટાળવાથી ટળી શકતી નથી.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
"આ વિચારને ત્યજી દો" આવું ફરિશ્તાઓએ હઝરત ઈબ્રાહીમ (અ.સ.)ને કહ્યું કે આ ચર્ચા અને તકરારનો કોઈ ફાયદો નથી, આને છોડી દો, અલ્લાહનો (વિનાશનો) હુકમ આવી ગયો છે, જે અલ્લાહ દ્વારા (સમય) નક્કી કરવામાં આવ્યો હતો. અને હવે આ અઝાબ કોઈની દલીલથી અટકશે નહીં કે કોઈની દુઆથી ટળી શકશે નહીં.