11:74 ઈબ્રાહીમ (અ.સ.)ની લુતની કોમ પર આવેલ આઝાબના વિષે બહસ...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 74
====================
فَلَمَّا ذَهَبَ عَنۡ اِبۡرٰهِيۡمَ الرَّوۡعُ وَجَآءَتۡهُ الۡبُشۡرٰى يُجَادِلُــنَا فِىۡ قَوۡمِ لُوۡطٍؕ (74)
(74). પછી જ્યારે ઈબ્રાહીમ(અ.સ.)નો ડર દૂર થઈ ગયો અને તેમને ખુશખબર પણ મળી ગઈ તો તેમણે લૂત(અ.સ)ની કોમના વિશે અમને કહેવા સાંભળવા લાગ્યા.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આ દલીલબાજીનો અર્થ એ છે કે હઝરત ઈબ્રાહીમ (અ.સ.) એ ફરિશ્તાઓને કહ્યું કે તમે જે નગરનો નાશ કરવા જઈ રહ્યા છો તેમાં હઝરત લુત (અ.સ.) પણ હાજર છે. જેના પર ફરિશ્તાઓએ કહ્યું, અમે જાણીએ છીએ કે લુત(અ.સ.) પણ ત્યાં રહે છે. પરંતુ અમે તેમને અને તેમના પરિવારને બચાવી લઈશું, સિવાય તેમની પત્ની. (અહસનુલ બયાન)
આ આયતમા "અમને કહેવા-સાંભળવા લાગ્યા" નો મતલબ અમારા ફરિશ્તાઓ છે, એટલે કે જ્યારે સૈયદના ઈબ્રાહીમનો ડર આનંદમાં ફેરવાઈ ગયો, ત્યારે તેમણે અમારા ફરિશ્તાઓ સાથે દલીલ કરવાનું શરૂ કર્યું કે લુત પોતે ત્યાં રહે છે. તો પછી તમે તે નગરને કેવી રીતે નષ્ટ કરશો અને ત્યાં ફલાણા-ફલાણા મૉમિન પણ છે અને ઈબ્રાહીમ(અ.સ.)ની આ દલીલબાજીનો એકમાત્ર હેતુ એ હતો કે જો અઝાબને મુલતવી રાખવામાં આવે, તો કદાચ ત્યાંના લોકો ઈમાન લાવી દે અને કદાચ તેઓને થોડો સમય પણ મળી જાય. અને તેનું કારણ એ પણ હતું કે સૈયદના ઈબ્રાહીમ (અ.સ.)નું હૃદય નરમ હતું અને તેઓ ઈચ્છતા હતા કે કોઈક રીતે અલ્લાહની આ મખલૂક અઝાબમાંથી બચી જાય. (તયસુરુલ કુરઆન)