11:73 શું તમે અલ્લાહના કામ પર આશ્ચર્ય પામો છો?

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ 

આયત નં.:- 73 ====================


قَالُوۡۤا اَتَعۡجَبِيۡنَ مِنۡ اَمۡرِ اللّٰهِ‌ رَحۡمَتُ اللّٰهِ وَبَرَكٰتُهٗ عَلَيۡكُمۡ اَهۡلَ الۡبَيۡتِ‌ؕ اِنَّهٗ حَمِيۡدٌ مَّجِيۡدٌ‏ (73)

(73). ફરિશ્તાઓએ કહ્યું, શું તમે અલ્લાહની કુદરત વિશે આશ્ચર્ય પામી રહ્યા છો? હે આ ઘરના લોકો, તમારા પર તો અલ્લાહની કૃપા અને તેની બરકતો છે નિઃશંક અલ્લાહ ખૂબ જ પ્રશંસાપાત્ર અને મહાન ગૌરવશાળી છે.''

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

આ અર્થઘટન અસ્વીકારના ભાવાર્થે છે.  એટલે કે તમે અલ્લાહ તઆલાના ન્યાયતંત્ર અને કુદરત પર આશ્ચર્ય કેવી રીતે વ્યક્ત કરો છો જ્યારે કે તેના માટે કંઈ જ મુશ્કેલ નથી. અને તેને કોઈ ટેકા કે કારણોની જરૂર નથી, બસ તે તેનો શબ્દ کُنْ=કુન (થઈ જા) દ્વારા જે ઇચ્છે છે તે અસ્તિત્વમાં આવી જાય છે.


અહીં, ફરિશ્તાઓએ હઝરત ઇબ્રાહિમના પત્નીને 'અહલે બૈત' તરીકે સંબોધન કર્યું અને બીજું કે તેમના માટે બહુવચન પુરૂષવાચી-સંબોધન (અલયકુમ) ના સ્વરૂપનો ઉપયોગ કર્યો. આનાથી સાબિત થયું કે 'અહલે બૈત' માટે પુરૂષવાચી બહુવચનનો ઉપયોગ કરવો માન્ય છે.  જેમ કે સૂરહ અલ-અહઝાબમાં, અલ્લાહ તઆલાએ રસૂલુલ્લાહ(ﷺ)ની પત્નીઓને 'અહલે-બૈત' પણ કહ્યા છે. (અહસનુલ બયાન)

             ••••••••••••••••••••••


ફરિશ્તાઓએ કહ્યું, "એક પયગમ્બરની પત્ની હોવાને કારણે, શું તમે અલ્લાહના કામ પર આશ્ચર્ય પામો છો?" અલ્લાહ જે ઈચ્છે તે કરવા સક્ષમ છે અને અલ્લાહની કૃપા અને બરકતો પયગંબર ઈબ્રાહીમ (અ.સ.)ના પરિવાર પર વરસતી રહી છે અને ભવિષ્યમાં પણ વરસતી જ રહેશે, જેમાંથી એક ઈસ્હાક(અ.સ)નો જન્મ પણ છે. (તયસુરુલ કુરઆન)