11:72 ખુશખબરી સાથે આશ્ચર્યતા પણ...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 72
====================
قَالَتۡ يٰوَيۡلَتٰٓى ءَاَلِدُ وَاَنَا عَجُوۡزٌ وَّهٰذَا بَعۡلِىۡ شَيۡخًا ؕ اِنَّ هٰذَا لَشَىۡءٌ عَجِيۡبٌ (72)
(72). તે કહેવા લાગી, ''હાય મારું કમભાગ્ય ! શું હવે મારે ત્યાં સંતાન થશે જ્યારે કે હું ઘરડી(ડોશી) થઈ ગઈ અને મારા પતિ પણ વૃદ્ધ છે? આ તો ઘણી આશ્ચર્યની વાત છે.”
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આ ઈબ્રાહીમ(અ.સ.)ના પત્ની હઝરત સારાહ હતા જેઓ પણ વૃદ્ધ હતા અને તેમના પતિ હઝરત ઈબ્રાહીમ (અ.સ.) પણ વૃદ્ધ હતા. તેથી, આશ્ચર્ય થવું એ કુદરતી બાબત હતી, જે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. (અહસનુલ બયાન)
તે સમયે સૈયદના સારાહની ઉંમર સો વર્ષથી થોડી ઓછી હતી, સૈયદના ઈબ્રાહીમ(અ.સ.)ની સો વર્ષથી પણ થોડા ઉપર હતા, તેથી સૈયદા સારાહ માટે આશ્ચર્યજનક રીતે આવા શબ્દો બોલે તે સ્વાભાવિક હતું. જોકે તેમનું હૃદય લાગણીઓથી ભરેલું હતું. (તયસુરુલ કુરઆન)