11:71 ઈબ્રાહીમ(અ.સ.)ના પત્ની હઝરત સારાહને ખુશખબરી...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ ]*
આયત નં.:- 71
====================
وَامۡرَاَ تُهٗ قَآئِمَةٌ فَضَحِكَتۡ فَبَشَّرۡنٰهَا بِاِسۡحٰقَ ۙ وَمِنۡ وَّرَآءِ اِسۡحٰقَ يَعۡقُوۡبَ (71)
(71). ઇબ્રાહીમ(અ.સ.)ની પત્ની પણ ઊભી હતી. તે હસી પડી. તો અમે તેને ઇસ્હાકની અને ઇસ્હાક પછી યાકૂબની ખુશખબર આપી.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
હઝરત ઈબ્રાહીમની પત્ની કેમ હસી પડી? કેટલાક કહે છે કે તેઓ પણ લુતની કોમના દુષ્કર્મથી વાકેફ હતા અને તેમના વિનાશના સમાચારથી તેઓ આનંદિત થયા. કેટલાક કહે છે કે આ જ કારણ છે કે તેઓ હસ્યા કે જુઓ, તેમના વિનાશનો આકાશથી નિર્ણય લેવામાં આવ્યો છે અને આ કોમ બેદરકારીનો શિકાર છે. અને કેટલાક કહે છે કે તકદીમ અને વિલંબ છે. અને આ હાસ્ય એ સારા સમાચાર સાથે પણ સંબંધિત હોય શકે જે ફરિશ્તાઓએ વૃદ્ધ દંપતીને આપ્યાં હતાં. (واللہ اعلم)
(અહસનુલ બયાન)
===================
સૈયદના ઈબ્રાહીમ (અ.સ.)ની પત્ની સારાહ પણ નજીકમાં જ ઊભી રહીને આ વાર્તાલાપ સાંભળી રહી હતી.જ્યારે આ ડર દૂર થઈ ગયો ત્યારે તે આનંદથી હસી પડ્યા. પછી ફરિશ્તાઓએ તેને એક પુત્રની ખુશખબર આપી જેનું નામ ઇશહાક હશે અને એ પણ કહ્યું કે ઇશહાક. અને તેના પછી, યાકુબનો પણ એ જ પયગંબરથી જન્મ થશે, અને આ ખુશખબર ખાસ કરીને સૈયદના સારાહને આપવામાં આવી હતી કારણ કે તે નિઃસંતાન હતી, જ્યારે સૈયદના ઇબ્રાહિમને બાળક હતુ જે બીજી પત્ની હાજરાથી સૈયદના ઇસ્માઇલ(અ.સ.) નો જન્મ થયો હતો. તેથી જ આ ખુશખબર ઈબ્રાહીમ (અ.સ.) કરતાં સૈયદના સારાહ માટે વધુ આનંદરૂપ હતી. (તયસુરુલ કુરઆન)