11:70 ઈબ્રાહીમ અ.સ. સાથે ફરિશ્તાઓની અચાનક મુલાકાત...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 70
====================
فَلَمَّا رَاٰۤ اَيۡدِيَهُمۡ لَا تَصِلُ اِلَيۡهِ نَـكِرَهُمۡ وَاَوۡجَسَ مِنۡهُمۡ خِيۡفَةً ؕ قَالُوۡا لَا تَخَفۡ اِنَّاۤ اُرۡسِلۡنَاۤ اِلٰى قَوۡمِ لُوۡطٍ (70)
(70). હવે જ્યારે જોયું કે તેમના(ફરિશ્તાઓના) તો હાથ પણ તેની(એટલે કે ભોજન) તરફ નથી વધતાં તો તેમનાથી (એટલે ફરિશ્તાઓથી) અણગમો થયો (અને ઈબ્રાહીમ અ.સ.) દિલમાં ડર અનુભવવા લાગ્યા, તેમણે (એટલે કે ફરિશ્તાઓએ) ક્હ્યું 'ડરો નહીં અમને તો લુતની કોમ તરફ મોકલવામાં આવ્યા છીએ.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
"અને ઈબ્રાહીમ (અ.સ.) દિલમાં ડર અનુભવવા લાગ્યા" એટલે કે જ્યારે હઝરત ઈબ્રાહિમ(અ.સ)એ જોયું કે તેમના હાથ ભોજન તરફ આગળ વધી રહ્યા નથી, ત્યારે તેમને ડર લાગ્યો. કહેવાય છે કે તેમનામાં એ વાત જાણીતી હતી કે જો આવનાર મહેમાનો ભોજન સમારંભનો લાભ લીધો ન હોય, તો એવું માનવામાં આવતું હતું કે મહેમાનો કોઈ સારા ઇરાદાથી નથી આવ્યા. આ પરથી એ પણ જાણવા મળ્યું કે અલ્લાહના પયગંબરોને ગૈબ(પરોક્ષ)નું જ્ઞાન નથી હોતુ. જો ઈબ્રાહીમ (અ.સ.) ગૈબ(પરોક્ષ)ના જાણકાર હોત, તો તે પકવેલું વાછરડું લાવ્યા જ ન હોત અને તેમનાથી ડર પણ ન અનુભવતા.
"ડરો નહીં અમને તો લુતની કોમ તરફ...."
આ ડર ફરિશ્તાઓએ પારખી લીધો અથવા તેમના ચહેરા પર દેખાતા સંકેતો થી ખબર પડી કે પછી હઝરત ઈબ્રાહીમ (અ.સ.) સાથેની વાતચીતમાં વ્યક્ત થયો હોય જેમ કે અન્ય જગ્યાએ સ્પષ્ટતા પણ થઈ છે કે "અમને તો તમારાથી ડર લાગવા માંડ્યો" ફરિશ્તાઓએ કહ્યું, ગભરાશો નહીં, તમે જે વિચારી રહ્યા છો તે અમે નથી, પરંતુ અમને અલ્લાહ દ્વારા મોકલવામાં આવ્યા છે અને અમે લુતની કોમ તરફ જઈ રહ્યા છીએ.