11:69 સમૂદ-કોમ પછી લૂત(અ.સ.)ની કોમના વિનાશનું વર્ણન...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ 

આયત નં.:- 69 

====================


وَلَقَدۡ جَآءَتۡ رُسُلُنَاۤ اِبۡرٰهِيۡمَ بِالۡبُشۡرٰى قَالُوۡا سَلٰمًا‌ ؕ قَالَ سَلٰمٌ‌ فَمَا لَبِثَ اَنۡ جَآءَ بِعِجۡلٍ حَنِيۡذٍ (69)

(69). અને અમે મોકલેલ રસૂલ (એટલે કે ફરિશ્તાઓ) ઈબ્રાહીમ (અ.સ.) પાસે ખુશખબરી લઈને પહોંચ્યા, અને (ફરિશ્તાઓ)એ સલામ કહ્યાં, તેમણે (ઈબ્રાહીમે) પણ જવાબ માં સલામ કહ્યાં, અને રાહ જોયા વગર(ઈબ્રાહીમ અ.સ. તેમની મહેમાનગતિ કરવા માટે) વાછરડાનું પકાવેલ ગોશ્ત લઈ આવ્યા.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

આ સૂરહમાં પણ પયગંબરોના કિસ્સાઓ એ જ ક્રમ પ્રમાણે છે જે આના પહેલા સૂરહ અલ-આરાફમાં પસાર થઈ ચૂક્યા છે, એટલે કે સમૂદ પછી, લુતની કોમના વિનાશનો અહીં ઉલ્લેખ છે. (તયસુરુલ કુરઆન)


"ફરિશ્તાઓ ઈબ્રાહીમ (અ.સ.) પાસે ખુશખબરી લઈને પહોંચ્યા" આ વાસ્તવમાં હઝરત લુત(અ.સ.) અને તેમની કોમના લોકોનો કિસ્સાનો એક ભાગ છે. હઝરત લુત (અ.સ.) હઝરત ઈબ્રાહીમ (અ.સ.)ના પિતરાઈ ભાઈ હતા. હઝરત લુત(અ.સ.)ની વસાહત બહરા મૃતની દક્ષિણ-પૂર્વમાં હતી. જ્યારે કે હઝરત ઈબ્રાહીમ(અ.સ.) ફિલિસ્તીન (પેલેસ્ટાઈન)માં રહેતા હતા. જ્યારે હઝરત લુતની કોમના લોકોનો સર્વનાશ કરવાનો ફેંસલો આવી ગયો તો તેમના તરફ ફરિશ્તાઓ મોકલવામાં આવ્યા હતા. આ ફરિશ્તાઓ લુતની કોમ તરફ જતાં પહેલાં રસ્તામાં હઝરત ઈબ્રાહીમ(અ.સ.) પાસે રોકાયા અને તેમને પુત્રની ખુશખબરી આપી. 


"વાછરડાનું પકાવેલ ગોશ્ત લઈ આવ્યા"

હઝરત ઈબ્રાહીમ (અ.સ.) ખૂબ જ આતિથ્યશીલ(મહેમાન નવાઝી) હતા. તે સમજી શક્યા ન હતા કે આ ફરિશ્તાઓ છે જેઓ માનવ સ્વરૂપમાં આવ્યા છીએ અને તેમને ખાવા-પીવાની કોઈ જરૂર હોતી નથી. તેથી તેમણે તેમને મહેમાન માનીને તરત જ એક પકાવેલું વાછરડું લાવીને તેમની સેવામાં હાજર કર્યું. આ વાતથી એ પણ શીખવાનું મળ્યું કે મહેમાનને પૂછવાની જરૂર હોતી નથી, પરંતુ જે હાજર હોય તેને પીરસવામાં આવે અથવા તેમની સેવામાં હાજર કરી દેવું.