11:67 સમૂદની કોમ પર અઝાબની ભયાનકતા...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ ]*
આયત નં.:- 67
====================
وَاَخَذَ الَّذِيۡنَ ظَلَمُوا الصَّيۡحَةُ فَاَصۡبَحُوۡا فِىۡ دِيَارِهِمۡ جٰثِمِيۡنَۙ (67)
(67). અને જુલ્મ(અત્યાચાર) કરનારાઓને ઘણા તીવ્ર ધડાકાએ દબોચી લીધા જેનાથી તેઓ પોતાના ઘરોમાં ઉંધા મોઢે (નિશ્ચેત અને નિષ્ક્રિય) મરી પડેલા રહી ગયા.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
એક તરફ આ કોમ પર તીવ્ર ધમાકાનો અઝાબ આવ્યો અને તે જ સમયે તીવ્ર ભૂકંપ પણ આવ્યો અને સંભવ છે કે ધરતીમાં ધડાકો અને ધરતીકંપના કારણે તીવ્ર ધડાકાનો અવાજ પણ થયો હોય. આ બેવડા અઝાબને લીધે, તેઓ તેમના ઘરોમાં જ મૃત્યુ પામ્યા. આખુ નગર ઉજ્જડ અને બરબાદ થઈ ગયું જાણે અહીં કોઈ માનવીએ વસવાટ કર્યો જ ન હતો અને તેમનો આવો ઈબરનાક બોધ ગ્રહણ) અંત આવ્યો કારણ કે તેઓએ તેમના હકીકી પાલનહારને છોડીને મૂર્તિઓ અને અન્યને તેમના હાજતરવા (જરૂરિયાતો પૂરી કરનાર) અને મુશ્કેલકુશા (મુશ્કેલી દૂર કરનાર) માની બેઠા હતાં જે તેમના ખરાબ સમયમાં કંઈજ કામ ન આવી શક્યા. (તયસુરુલ કુરઆન)
"ઘણા તીવ્ર ધડાકાએ દબોચી લીધા"
આ અઝાબ صَیْحَۃً (તીવ્ર ગર્જના કે ધડાકા થવાના) રૂપમાં આવ્યો. કેટલાક ની નજીક આ હઝરત જીબ્રઈલ ની ચીખ હતી અને કેટલાક ની નજીક આકાશથી આવી હતી. જેણે તેઓના હૃદયોને ચૂર ચૂર કરી નાખ્યાં અને તેઓના મૃત્યુ થઈ ગયા, ત્યારબાદ અથવા તે જ સમયે ભુંકપ પણ આવ્યો જેણે દરેક વસ્તુને બરબાદ કરી દીધી. (જેમ કે સુરહ આરાફ આયત નં ૭૮ માં છે)
"જેનાથી તેઓ પોતાના ઘરોમાં ઉંધા મોઢે..." જેમ પક્ષી મૃત્યુ પછી માટી સાથે જમીન પર પડેલું હોય છે. તે જ રીતે તેઓ મૃત્યુથી ઉંધા મોઢે પડેલા રહી ગયા. (અહસનુલ બયાન)