11:66 સાલેહ(અ.સ.) ની હિજરત...

 પારા નંબર:- 12| (11). સુરહ હુદ ]*

આયત નં.:- 66 

====================


فَلَمَّا جَآءَ اَمۡرُنَا نَجَّيۡنَا صٰلِحًـا وَّالَّذِيۡنَ اٰمَنُوۡا مَعَهٗ بِرَحۡمَةٍ مِّنَّا وَمِنۡ خِزۡىِ يَوۡمِئِذٍ‌ؕ اِنَّ رَبَّكَ هُوَ الۡقَوِىُّ الۡعَزِيۡزُ (66)

(66). પછી જ્યારે અમારા નિર્ણયનો સમય (અઝાબનો આદેશ) આવી ગયો તો અમે પોતાની કૃપાથી સાલેહ અને તે લોકોને જેઓ તેના સાથે ઈમાન લાવ્યા હતા, બચાવી લીધા અને તે દિવસના અપમાનથી પણ તેમને સુરક્ષિત કરી દીધા. નિઃશંક તારો રબ જ હકીકતમાં શક્તિશાળી અને સર્વોપરી છે

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

અઝાબ આવતાં પહેલાં જ સાલેહ(અ.સ)  અલ્લાહની આજ્ઞા અનુસાર, પોતાના ઈમાનવાળા સાથીઓને લઈને ફિલિસ્તીન માટે રવાના થઈ ગયા, અને આ બધા લોકો અપમાન અને અઝાબમાંથી બચી ગયા જે આ ગુનાહગાર કોમ પર પ્રગટ થવાના હતો. (તયસુરુલ કુરઆન)