11:65 ઊંટણીને મારી નાખી...હવે ત્રણ દિવસ સુધી રહી લો...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 65
====================
فَعَقَرُوۡهَا فَقَالَ تَمَتَّعُوۡا فِىۡ دَارِكُمۡ ثَلٰثَةَ اَ يَّامٍ ؕذٰ لِكَ وَعۡدٌ غَيۡرُ مَكۡذُوۡبٍ (65)
(65). પછી પણ (તેમની કોમના) લોકોએ તે ઊંટણીના પગ કાપી નાખ્યાં (મારી નાખી) આથી સાલેહ(અ.સ.)એ કહ્યું કે બસ(હવે) તમે (લોકો) પોતાના ઘરોમાં ત્રણ દિવસ સુધી રહી લો, આ વાયદો જૂઠો નથી.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
એટલે કે તે જાલિમોએ આ જબરદસ્ત ચમત્કારને માનવાનો તો ઇનકાર કર્યો જ, પરંતુ અલ્લાહના આદેશની પણ સ્પષ્ટ રીતે અવગણના કરીને તે ઊંટણીને મારી નાખી, ત્યારબાદ તેમને ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો કે તેઓને અઝાબ દ્વારા તબાહ કરવામાં આવશે.