11:64 નિશાની તરીકે ઊંટણી પહાડમાંથી પ્રગટ થઈ...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ ]*
આયત નં.:- 64
====================
وَيٰقَوۡمِ هٰذِهٖ نَاقَةُ اللّٰهِ لَـكُمۡ اٰيَةً فَذَرُوۡهَا تَاۡكُلۡ فِىۡۤ اَرۡضِ اللّٰهِ وَلَا تَمَسُّوۡهَا بِسُوۡٓءٍ فَيَاۡخُذَكُمۡ عَذَابٌ قَرِيۡبٌ (64)
(64). અને હે મારી કોમવાળાઓ! આ અલ્લાહની મોકલેલ ઊંટણી છે જે તમારા માટે એક નિશાની(ચમત્કાર) છે (હવે તમે લોકો તેને) અલ્લાહની જમીન પર ચરવા માટે છોડી દો અને તેને કોઈ પણ પ્રકારની તકલીફ ન પહોંચાડશો નહીંતર તત્કાલ અઝાબમા તમે પકડાઈ જશો.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
આ તે જ ઊંટણી છે જેને અલ્લાહ તઆલાએ તેમની માંગ પર તેમની આંખોની સામે પર્વત અથવા ખડકમાંથી બહાર કાઢી હતી, તેથી તેને (અલ્લાહની ઊંટણી) કહેવામાં આવે છે. કારણ કે આ ફક્ત અલ્લાહના આદેશથી ચમત્કારિક રીતે પ્રગટ થઈ હતી. તેથી તેના વિશે ચેતવણી આપવામાં આવી હતી કે તેને નુકસાન ન પહોંચાડો, નહીં તો તમે
અઝાબે ઈલાહીની પકડમાં આવી જશો.