11:63 તૌહીદની દાવત નું કામ છોડવું એ અલ્લાહની નાફરમાની છે...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 63
====================
قَالَ يٰقَوۡمِ اَرَءَيۡتُمۡ اِنۡ كُنۡتُ عَلٰى بَيِّنَةٍ مِّنۡ رَّبِّىۡ وَاٰتٰٮنِىۡ مِنۡهُ رَحۡمَةً فَمَنۡ يَّـنۡصُرُنِىۡ مِنَ اللّٰهِ اِنۡ عَصَيۡتُهٗ فَمَا تَزِيۡدُوۡنَنِىۡ غَيۡرَ تَخۡسِيۡرٍ (63)
(63). તેણે(સાલેહે) જવાબ આપ્યો કે, હે મારી કોમના લોકો! જરા બતાવો તો, જો હું મારા રબ તરફથી મજબૂત દલીલ પર હોય અને તેણે મને પોતાના તરફથી રહમત(કૃપા) પ્રદાન કરી હોય, તો જો હું તેની અવજ્ઞા કરું તો તેની તુલનામાં મને કોણ મદદ કરી શકે? તમે તો મારા નુકશાનમાં જ વધારો કરી રહ્યા છો.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
"મારા રબ તરફથી મજબૂત દલીલ પર હોય" શબ્દ (بِیْنَۃٍ) થી આશય તે ઈમાન અને યકીન છે, જે અલ્લાહ તઆલા પયગંબરને પ્રદાન કરે છે, અને રહમતથી આશય નબૂવ્વત, જેમ કે અગાઉ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
"જો હું તેની અવજ્ઞા કરું તો" અવજ્ઞાનો મતલબ એ છે કે જો હું તમને સત્ય તરફ અને એક અલ્લાહની બંદગી તરફ બોલાવવાનું છોડી દઉં, જેવું કે તમે ઈચ્છો છો.
"મારા નુકશાનમાં જ વધારો કરી રહ્યા છો" એટલે કે જો હું આવું કરીશ તો મને લાભ તો નહીં પહોંચી શકે, પરંતુ આ રીતે તમે મારું નુકસાન જ વધારશો.