11:62 સત્યની અવગણના નું કારણ બાપ-દાદાઓનુ આંધળું અનુસરણ...
પારા નંબર:- 12| (11). સુરહ હુદ
આયત નં.:- 62
====================
قَالُوۡا يٰصٰلِحُ قَدۡ كُنۡتَ فِيۡنَا مَرۡجُوًّا قَبۡلَ هٰذَآ اَتَـنۡهٰٮنَاۤ اَنۡ نَّـعۡبُدَ مَا يَعۡبُدُ اٰبَآؤُنَا وَاِنَّنَا لَفِىۡ شَكٍّ مِّمَّا تَدۡعُوۡنَاۤ اِلَيۡهِ مُرِيۡبٍ (62)
(62). તેઓએ(કોમે) કહ્યું: અય સાલેહ! આનાથી પહેલાં અમે તો તારાથી ઘણી અપેક્ષાઓ રાખી હતી, શું તું અમને એમની ઈબાદતથી રોકે છે જેમની ઈબાદત અમારા બાપ-દાદાઓ કરતાં આવ્યાં છીએ, અમને તો આ દિન(ધર્મ)માં આશ્ચર્યજનક શંકા છે જેના તરફ તું અમને બોલાવી રહ્યો છું.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
એટલે કે, પયગંબર પોતાની કોમમાં નૈતિકતા, ચારિત્ર્ય, ભરોસા અને પ્રમાણિકતાની દ્રષ્ટિએ વિશિષ્ટ હોય છે એટલા માટે કોમને તેમની પાસેથી સારી આશાઓ અને અપેક્ષાઓ હોય છે. આથી જ હઝરત સાલેહની કોમના લોકોએ પણ તેમને આ જ વાત કહી. પરંતુ જ્યારે તૌહીદનું આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે તેમની આ અપેક્ષાઓ કાંટા (ની જેમ) બની ગઈ અને તેઓએ તે દિન(ધર્મ) માં શંકા કરવા લાગ્યા જેની તરફ હઝરત સાલેહ(અ.સ.) તેઓને બોલાવી રહ્યા હતાં એટલે કે "દિન-એ-તૌહીદ".